બોટાદના સાળંગપુર ગામે નિર્મળ ગુજરાત 2.O અંતર્ગત સાફસફાઈ હાથ ધરાઈ - At This Time

બોટાદના સાળંગપુર ગામે નિર્મળ ગુજરાત 2.O અંતર્ગત સાફસફાઈ હાથ ધરાઈ


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે નિર્મળ ગુજરાત 2.O અંતર્ગત સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી જેમાં જાહેર રસ્તાઓ પર નડતરરૂપ થતા બાવળ કટીંગની કામગીરી તથા સફાઈ કામગીરી કરવામાં આવી હતી સરકાર ના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત દરેક ગામડાં, શેરી અને રસ્તાઓ સાફ કરીને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજરોજ બોટાદના સાળંગપુર ગામે વરસાદથી ભરાયેલા પાણીનો નીકાલ, રસ્તા પર અડચણ બનતા ઝાડનુ કટીંગ તેમજ રસ્તા પર જમા થયેલા કાદવ કીચડને જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.