સાબરકાંઠા જિલ્લામાં-: ગણતરીના દિવસોમા હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માથી અપહરણ થયેલ ૧૭ વર્ષ છ મહિનાની સગીરાને મહારાષ્ટ્ર રાજ્ય માથી શોધી કાઢી આરોપીને પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ........ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ગણતરીના દિવસોમા હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માથી અપહરણ થયેલ ૧૭ વર્ષ છ મહિનાની સગીરાને મહારાષ્ટ્ર રાજ્ય માથી શોધી કાઢી આરોપીને પકડી પાડતી હિંમતનગર બી.ડીવીઝન પોલીસ……..


સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.પંડયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વીમલ.આર.ચૌહાણ તથા ડી.સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ..

તા.૧૮/૧૨/૨૦૨૩ ના રોજ હિંમતનગર બી ડીવી પો.સ્ટે એ પાર્ટ નંબર ૧૧૨૦૯૦૫૬૨૩૧૦૧૦/૨૩ ઇ.પી,કો કલમ-૩૬૩ વિગેરે મુજબનો ગુન્હો દખલ થયેલ.જે ગુન્હાની તપાસ દરમ્યાન શંકમદ ઇસમ શાહનવાઝ ઉર્ફે શાનું કાળુભાઇ મકરાણી રહે માળીના છાપરીયા તા હિંમતનગર નાનુ નામ આવેલ હોય અને તે ઇસમ ૧૭ વર્ષ છ મહિનાની સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી ભગાડી લઇ જઇ ગુન્હો કરેલ હતો..

જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી અમોને ટેકનીકલ સર્વેલસ ધ્વારા માહીતી મળતા અમારી સુચનાથી વીમલ.આર.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ડી.સ્ટાફના માણસોની ટીમ બનાવી સરકારી વાહનમાં મહારાષ્ટ્ર ટીમ રવાના કરેલ અને મહારાષ્ટ્રના પાલઘર જીલ્લાના વાડા તાલુકાના કુડુંસ ખાતેથી હ્યુમન શોર્સના આધારે અપહરણના ગુન્હાના આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ કાળુભાઇ મકરાણી,રહે.માળીના છાપરીયા,તા.હિંમતનગરને સગીરા સાથે પકડી પાડી સદરહુ ગુન્હામા એરેસ્ટ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે..

આમ,હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ ધ્વારા અપહરણના ગુન્હો દાખલ થયાના ગણતરીના દિવસોમા અપહરણના ગુન્હાના ભોગ બનનાર સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જીલ્લાના વાડા તાલુકાના કુડંસ ખાતેથી શોધી આરોપીને પકડી પ્રશશનીય કામગીરી કરેલ છે.કામગીરી કરનાર અધીકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.પંડયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીમલ.આર.ચૌહાણ,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર સુરેશભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ પ્રહલાદસિંહ,અનવરસિંહ સરદારસિંહ,પ્રીયંકાબેન દશરથભાઇ.

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાથે
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.