શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભચાઉ તાલુકા દ્વારા મોર્ડન ડે હાઈસ્કુલ સામખીયારી મધ્યે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું
આજ રોજ 13સપ્ટેમ્બર શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભચાઉ તાલુકા દ્વારા મોર્ડન ડે હાઈસ્કુલ સામખીયારી મધ્યે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં અતિથિ વિશેષ મહેમાન તરીકે રમેશભાઈ મારાજ મંત્રી ભચાઉ તાલુકા ભાજપ કાનજીભાઈ બાળા સદસ્ય તાલુકા પંચાયત કેશાભાઈ ચૌહાણ સદસ્ય તાલુકા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ આ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, સ્પર્ધા બાદ એક થી ત્રણ નંબર સુધીના વિદ્યાર્થીઓનું ઇનામો આપીને સન્માન કર્યું હતું, તથા અન્ય આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ ભેટ આપી આવકાર સન્માન કર્યું હતું તથા અતિથિ વિશેષ તરીકે આવેલ મહેમાનો દ્વારા એક થી ત્રણ નંબરે આવેલ ને 300રૂપિયા રોકડ આપી ને પ્રોત્સાહિત કરેલ તેમજ જેમને ભાગ લીધેલ તમામ ને 100રૂપિયા રોકડ આપી ને પ્રોત્સાહિત કરેલ . પ્રથમ ત્રણ નંબર આવેલ વિદ્યાર્થીઓ 1 હેમાંગીબેન પ્રજાપતિ 2 હિમાનીબેન પ્રજાપતિ 3 યોગેશભાઈ મસુરીયા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ભચાઉ તાલુકા તરફથી અમે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. શુભેચ્છાઓ પાઠવી હતી. અને સ્કૂલ તથા આચાર્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સ્કૂલ પ્રતિનિધિ શ્રી કિરીટભાઈ સાહેબ એ સ્વામી વિવેકાનંદ યુવા મંડળના આ કાર્યક્રમને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો ખૂબ સુંદર સ્પર્ધા રહી હતી, અને બાળકોએ ઉત્સાહ થી આ સ્પર્ધા માં ભાગ લીધો હતો.અને સુંદર મજાનું વિદ્યાર્થીઓ એ પોતાના શબ્દોમાં સ્વામી વિવેકાનંદના જીવનના અનેક બનેલા પ્રસંગો થી અવગત કરાવ્યા હતા કાર્યક્રમનું સંચાલન સ્કૂલના આચાર્ય કિરીટભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી વાલા મિત્રો ભાઈઓ તથા બહેનો તથા અતિથિ વિશેષ તરીકે આમંત્રણ ને માન આપીને પધારેલ મહેમાનો કપીલભાઈ સાધુ સંયોજક ભચાઉ તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ તથા જેમને ભાગ લીધેલ અને જે એક થી ત્રણ નંબરે આવેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.