ખોડીયારપરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
ખોડીયારપરામાં વ્યાજખોરની ધમકી અને પઠાણી ઉઘરાણીથી કંટાળી હુશેનભાઈ મોદી નામના યુવકે વ્યાજખોરની દુકાને જઈ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં કેશવ વિલામાં રહેતા અને એલ્યુમીનીયમ સેકશનનુ કામ કરતા હુશેનભાઈ સૈફુદીનભાઈ મોદી (ઉં.36)એ ખોડીયારપરામાં આવેલ થાનના ધંધાર્થી હર્ષદભાઈના રૂા.4 લાખ અલગ અલગ વ્યકિતઓને વ્યાજે અપાવ્યા હતા. જેનુ વ્યાજ પણ સમયસર આવી જતુ હોવા છતાં હર્ષદ તેમની પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજ માંગતો હતો. તેમજ ચાર લાખના રૂપિયા અગીયાર લાખ ચૂકવવા પડશે તેવુ લખાણ પણ હુશેનભાઈ પાસે કરાવ્યુ હતુ. છતા પણ અવારનવાર ગાળો આપી ધમકીથી કંટાળી હર્ષદની દુકાને જઈ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.