આર્થિક બહિષ્કારની વાત કરીને કોન્ટ્રાક્ટ પણ આપવાના, હર ઘર તિરંગાનો બહિષ્કાર કરીને ભગવો ફરકાવોઃ યતિ નરસિંહાનંદ - At This Time

આર્થિક બહિષ્કારની વાત કરીને કોન્ટ્રાક્ટ પણ આપવાના, હર ઘર તિરંગાનો બહિષ્કાર કરીને ભગવો ફરકાવોઃ યતિ નરસિંહાનંદ


- યતિ નરસિંહાનંદે નેતાઓને પાઠ ભણાવવા માટે અપીલ કરીનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર ગાઝિયાબાદ સ્થિત ડાસના દેવી મંદિરના પીઠાધિશ્વર તથા જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરિએ કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન સામે વિરોધ દર્શાવ્યો છે. આ સાથે જ તેમણે દેશના તમામ હિંદુઓને આ અભિયાનનો બહિષ્કાર કરવા માટે અપીલ કરી છે. બંગાળની કંપનીને તિરંગાનો ઓર્ડરગિરિએ જણાવ્યું કે, હાલ દેશમાં તિરંગાના નામે એક ભારે મોટું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન ભારતની સત્તારૂઢ પાર્ટી ચલાવી રહી છે. તિરંગા બનાવવા માટેનો સૌથી મોટો ઓર્ડર બંગાળની એક એવી કંપનીને આપવામાં આવ્યો છે જેનો માલિક સલાઉદ્દીન નામનો એક વિધર્મી છે. આ સાથે જ તેમણે હિંદુઓને વિશ્વના સૌથી મોટા પાખંડી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હિંદુઓના દલાલો એક ખાસ વર્ગના આર્થિક બહિષ્કારની વાતો કરે છે અને ચીસો પાડી પાડીને તે માટે ઉશ્કેરે છે પરંતુ સરકાર બન્યા બાદ તેઓ સરકારી કોન્ટ્રાક્ટ પણ તે ખાસ વર્ગને જ આપે છે. આ પણ વાંચોઃ 'હર ઘર તિરંગા'ને સાકાર કરવા પોસ્ટ વિભાગના 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે, 10 દિવસમાં 1 કરોડથી વધુ ઝંડાનું વેચાણઅભિયાનને હિંદુઓ વિરૂદ્ધનું ષડયંત્ર ગણાવ્યુંયતિ નરસિંહાનંદ ગિરિએ જણાવ્યું કે, આ અભિયાન હિંદુઓ વિરૂદ્ધનું ષડયંત્ર છે. જો જીવતા રહેવું હોય તો વિધર્મીઓને પૈસા આપતા આ અભિયાનનો બહિષ્કાર કરો. ઘર પર તિરંગો લગાવવો હોય તો જૂનો કાઢીને લગાવી દો પણ તેમને એક પણ રૂપિયો ન આપો. ભગવો લહેરાવવા અપીલયતિ નરસિંહાનંદે જણાવ્યું કે, આ નેતાઓને પાઠ ભણાવો. વિધર્મીઓ પાસે હિંદુઓના પૈસા જાય છે ત્યારે તેઓ જિહાદ માટે જકાત આપે છે અને તે જકાતના પૈસા જ હિંદુઓ અને તેમના બાળકોની હત્યા માટે કામ આવે છે. તિરંગાનો જ બહિષ્કાર કરો કારણ કે, તિરંગાએ જ તમને બરબાદ કર્યા છે. દરેક હિંદુના ઘર પર હંમેશા ભગવો ધ્વજ હોવો જોઈએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.