નેસવડ ખાતે અમરેલી જીલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુંમર નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - At This Time

નેસવડ ખાતે અમરેલી જીલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુંમર નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું


અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના સૌથી શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમર આજે પોતાના ચુંટણી પ્રવાસ દરમિયાન મહુવા તાલુકામાં નેસવડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જે મહુવાનું પ્રવેશદ્વાર ગણાય છે ત્યાં બહેનો ધ્વારા તેમનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ઢોલ નગારા અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ મહુવા તાલુકા કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ નગરજનો જોડાયા હતા નેસવડના લોકોને સંબોધન કરતા જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, મહુવા વિસ્તાર ડુંગળીની ખેતી કરતો વિસ્તાર છે ત્યારે વર્તમાન સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી અને આ વિસ્તારના ખેડુતોને નુકશાન થાય તેવું પગલું ભર્યું હતું તેની સાથે એમ.એસ.પી.નો કાયદો આવે અને ખેડુતોને પુરતુ વળતર મળે તેવી તેવી રજૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા, શૈક્ષણિક સુવિધા અને રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તેવા સતત અમો પ્રયત્નો કરતા રહેશુ તેમ જેનીબેન ઠુંમર દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે દ્વારા પણ જણાવવામાં હતું કે, ગુજરાતનો યુવાન શિક્ષીત બેરોજગાર બન્યો છે આઠ આઠ કલાક મોબાઈલમાં સમય વ્યતિત કરે છે ત્યારે દરેક હાથને કામ મળે તેવું રાહુલ ગાંધીનું સ્વપ્ન છે ત્યારે આ સ્વપ્ન ને સાકાર કરવા માટે આપ સૌએ સાથે મળીને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર ને વિજય બનાવવા સૌને અપીલ કરી હતી.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image