ચેક રિટર્ન કેસમાં ઈલોલના શખ્સને ૬ માસની કેદની સજા ફટકારવામા આવી
હિંમતનગરની કોર્ટે ચેક રિટર્ન કેસમાં ઈલોલના એક શખ્સને ૬ મહિનાની સાદી કેદની સજા ફટકારી અને રૂા.૧.૭૦ લાખનુ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
હિંમતનગરના પીપળીકંપા ખાતે ૨હેતા સુરેશભાઈ રેવાભાઈ પટેલએ મિત્રતાના સંબંધમા ઈલોલમાં રહેતા દિનેશભાઈ રૂમાલભાઈ ઓડને રૂા.૩.૫૦લાખ હાથ ઉછીના આપ્યા
હતા. અને વારંવાર ઉઘરાણી કરવા છતાં૨કમ નહીં ચુકવતાં નાણાં ઉછીના લેનારનો આપેલ ચેક બેંકમાં જમા કરાવતા અપુરતા બેલેન્સ ને કારણે ચેક રિટર્ન થતા પીપળીકંપાના શખ્સ ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. ચેક રિટર્નનો કેસ હિંમતનગરના ચોથા એડી.જ્યુડી.મેજી. (ફ.ક.)ની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના એડવોકેટ અજય એસ.ભટ્ટની દલીલોને ધ્યાને લઈ કોર્ટના ન્યાયાધીશે આરોપી દિનેશભાઈ રૂમાલભાઈ ઓડ (રહે.કનાઈ રોડ, ઈલોલ, તા.હિંમતનગર)ને તકસીરવાર ઠરાવી ૬ મહિનાની સાદી કેદ અને ચેકની બાકી ૨કમ રૂા.૧.૭૦લાખ વળતર પેટેચુકવવા હુકમ કર્યો હતો.વધુમાં આરોપી ચુકાદા સમયે કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટના ન્યાયાધીશે આરોપી સામે સજાનું ધરપકડ વોરંટ જારી કરવા પણ હુકમ કર્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.