વર્ષાવાસ અંતર્ગત બોટાદ ખાતે બૌધ્ધ સંગીતી વિષય પર ધમ્મ પ્રવચન યોજાયુ - At This Time

વર્ષાવાસ અંતર્ગત બોટાદ ખાતે બૌધ્ધ સંગીતી વિષય પર ધમ્મ પ્રવચન યોજાયુ


તારીખ.૧૨/૮/૨૦૨૨ રાત્રે ૯.વાગે ભારતીય બૌદ્ધ મહાસભા ના બોટાદ શહેર અધ્યક્ષ.હરેશભાઈ પીઠાભાઈ ચૌહાણના ઘરે ૨૮૬ પ્લોટ વિસ્તાર સાળંગપુર રોડ બોટાદ ખાતે ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ધમ્મ પ્રવચન યોજાયુ જેમાં સૌ પ્રથમ તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉ,બાબાસાહેબના ફોટાને પુષ્પ ફુલહાર અર્પણ દિપ પ્રાગટ્ય ડાયાભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ બોધાચાર્ય.બોધીરાજ બૌધ્ધ દ્વારા ત્રીશરણ.પંચશીલ કરવામાં આવેલ આજનો ધમ્મ વિષય: "બૌધ્ધ સંગીતી" તથાગત ગૌતમ બુદ્ધનાં મહાપરિનિર્વાણ બાદ ચાર મહિના પછી શ્રાવણ પૂનમના દિવસે રાજા અજાતશત્રુ હર્યક વંશના સાશન કાળમાં "રાજગૃહ" સપ્તપણી ગુફા બિહાર ખાતે પ્રથમ બૌધ્ધ સંગીતી મળી જેમાં તથાગત ગૌતમ બુદ્ધનાં ઉપદેશ વચનનો સંગ્રહ કરવામાં આવેલ બીજી બૌધ્ધ સંગીતી વૈશાલી નગરી બિહાર ખાતે રાજા શીશુનાગ નાગવંશ ના સાશન કાળમાં મળી ત્યાર પછી પાટલીપુત્ર બિહાર ખાતે રાજા અશોક સમ્રાટ ના સાશન કાળમાં ત્રીજી બૌધ્ધ સંગીતી મળી ત્યાર પછી કુન્ડલબન કાશ્મીર ખાતે રાજા કનિષ્ક કુશળ વંશના સાશન કાળમાં ચોથી બૌધ્ધ સંગીતી મળી એવી રીતે કુલ ચાર બૌધ્ધ ધમ્મ સંગીતી મળી આ વિષય પર બોધાચાર્ય બોધીરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા પ્રવચન આપવામાં આવેલ
કાર્યક્રમ નું સંચાલન બોધાચાર્ય વિઠ્ઠલભાઈ મૌર્ય દ્વારા કરવામાં આવેલ વર્ષાવાસ ધમ્મ પ્રવચન માળા કાર્યક્રમમાં ઉપસ્થિત.હરેશભાઈ પરમાર.દેવજીભાઈ ચાવડા.પીઠાભાઈ ચૌહાણ.જયેશભાઈ બોરીચા.લક્ષીબેન ચૌહાણ.પ્રભાબેન રાઠોડ.કાન્તાબેન બોરીચા.ઉષાબેન ચાવડા સહિત બૌધ્ધ ઉપાસક/ઉપાસિકાઓ મોટી સંખ્યામાં હાજર રહીને ધમ્મ પ્રવચનનો લાભ લીધો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.