આણંદમાં જોવા મળી વિચિત્ર ઘટના. - At This Time

આણંદમાં જોવા મળી વિચિત્ર ઘટના.


આણંદ જિલ્લામાં 3 લગ્ન કરનારો શખસ ત્રીજી પત્ની ગર્ભવતી થતાં જ બીજી પત્નીને લઈને ફરાર થઈ ગયો

આણંદ જિલ્લાના એક તાલુકાની ઘટનામાં આખરે ગર્ભવતી યુવતીએ અભયમની મદદ માંગી

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. અને આણંદ જિલ્લામાં રહેતી પ્રેમાંધ યુવતીને આવો જ એક કડવો અનુભવ થયો છે, જેમાં તેણીએ અભયમની મદદ માંગી હતી અને અભયમ દ્વારા તેણીનું કાઉન્સેલિંગ કરાયું હતું.સમગ્ર બનાવની હકીકત એવી છે કે, આણંદ જિલ્લાના એક તાલુકામાં રહેતી 30 વર્ષીય યુવતીને તે જે ફેક્ટરીમાં કામ કરવા માટે જતી હતી ત્યાં એક 35 વર્ષીય યુવકને મળી હતી. દરમિયાન, યુવક સાથે પરિચય થયા બાદ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. ત્યાર બાદ યુવતીના બીજા લગ્ન હતા, જ્યારે યુવકે ત્રીજા લગ્ન કર્યા હતા, જે વાત યુવતીથી છુપાવી હતી. ત્યારે આજે અચાનક યુવાન ગાયબ થઈ જતાં યુવતીએ અભ્યમની મદદ માંગી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.