રાજકોટમાં કાતિલ ઠંડી છતા પણ રાજ્ય સરકારની કોઈ જ ગાઇડલાઈન નહી, વિદ્યાર્થીઓ ધ્રૂજતાં-ધ્રૂજતાં શાળાએ પહોંચ્યા - At This Time

રાજકોટમાં કાતિલ ઠંડી છતા પણ રાજ્ય સરકારની કોઈ જ ગાઇડલાઈન નહી, વિદ્યાર્થીઓ ધ્રૂજતાં-ધ્રૂજતાં શાળાએ પહોંચ્યા


રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ તેને દોઢ મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે ને છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે તેમછતાં સરકાર દ્વારા હજુ સુધી સવારની પાળીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સમય મોડો કરવા માટેની કોઈ જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. ઠંડીનું જોર વધતા વહેલી સવારે શાળાએ જતાં ભૂલકાઓ ધ્રૂજતા અને થરથરતા વર્ગખંડમાં પહોંચે છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાની માગ ઊઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.