દલુખડીયા પાસે કાર ચાલકે બે નો જીવ લીધો
મહીસાગર જિલ્લા મથક લુણાવાડા પાસે આવેલા દલુંખડીયા ક્રોસિંગ પાસેથી સામે આવ્યો છે. ગોધરા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર દલુંખડીયા પાસે ઈયોન ગાડીના ચાલકે પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હકારતા હાઇવેની સાઈડ ઉપર ચાલતા બે અબોલા પશુઓને બાનમાં લીધા હતા. ગાડીની સ્પીડ અબોલા પશુઓના ઢસડાયેલા મૃતદેહને તેમજ ગાડીના આગળના ભાગના પુરચા ઊડી ગયેલા દ્રશ્યો જોતાં ગાડી ખૂબ ઓવર સ્પીડમાં ભટકાઈ હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ ઘટના સ્થળે ઉપસ્થિત લોકચર્ચા પ્રમાણે ગાડી ખુબજ સ્પીડમાં હતી ને લીંમડીયા તરફના રોડ ઉપર થી આવી રહી હતી જેણે ધડાકાભેર બે અબોલા પશુઓને જોરદાર ટક્કર મારી હતી જેમાં બંને અબોલા પશુઓમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે બીજીતરફ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ ચાલક સરકારી કર્મચારી હોય અને તેણે નશો કરેલો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે હાલ તો ચાલક તેને પહોંચેલ ઇજાઓને લઈ કોઈ ક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો છે ત્યારે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અકસ્માત સર્જેલ કારને સાઈડ પર ખસેડી છે ત્યારે શું ચાલક નશાની હાલતમાં હતો અને તે કોણ હતો તે તો પોલીસની તપાસમાં બહાર આવશે અમદાવાદમાં બનેલ ઇસ્કોન પુલ અકસ્માત ઘટના બાદ રાજ્ય પોલીસ દ્વારા પણ કડક આદેશ આપી ટ્રાફિક નિયમનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે જ્યારે મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળો પર ગફલતભરી રીતે ઓવરસ્પીડમાં વાહન હકારતા ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.