વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મહિસાગર અંતર્ગત કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
રાજય સરકાર દ્વારા આગામી વાયબ્રન્ટ ગુજરાત જાન્યુઆરી-૨૦૨૪ યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રીકટની થીમ હેઠળ જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ મહિસાગર અંતર્ગત ઉદ્યોગકારો, વેપાર સમુહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી બે દિવસીય કાર્યક્રમ યોજાશે.
મહિસાગર જિલ્લાનો કાર્યક્રમ આગામી સમયમાં તા. ૧૬ અને ૧૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ બેતાલીસ પાટીદાર સમાજધર લુણાવાડા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન થાય તે માટે કલેકટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ લુણાવાડા ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કુટિર ઉદ્યોગ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ તેમજ જિલ્લાના વિવિધ ઉદ્યોગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ પ્રદર્શન વિભાગ બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
જિલ્લાના નાગરિકોને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તે પ્રકારના માર્ગદર્શન સેમિનાર તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B, 82G, B2C પ્રકારની મિટિગો યોજાશે. ઉદ્યોગ જગતના નિષણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્રારા ઉદ્યોગને લગતા વિષયો પર બે દિવસીય સેમિનાર પણ યોજાશે
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી તેમજ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.