મારો દીકરો પોલીસમાં નોકરી કરે છે, તારા કરતા સારી મળી જશે : છત્રાસામાં પરિણિતાને સાસરિયાનો ત્રાસ - At This Time

મારો દીકરો પોલીસમાં નોકરી કરે છે, તારા કરતા સારી મળી જશે : છત્રાસામાં પરિણિતાને સાસરિયાનો ત્રાસ


મારો દીકરો પોલીસમાં નોકરી કરે છે, તારા કરતા સારી મળી જશે : છત્રાસામાં પરિણિતાને સાસરિયાનો ત્રાસ

પાટણવાવ પોલીસ મથકે ધોરાજીના નાનીમારડમાં માવતરે રહેતા ગાયત્રીબાએ સુરત પોલીસમાં નોકરી કરતા પતિ શિવરાજસિંહ સરવૈયા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ
પાટણવાવ પોલીસ મથકે ધોરાજીના નાનીમારડમાં માવતરે રહેતા ગાયત્રીબાએ સુરત પોલીસમાં નોકરી કરતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે પતિ શિવરાજસિંહ સરવૈયા, સસરા નિર્મળસિંહ પોપટભા, સાસુ ઈલાબા, જેઠ શક્તિસિંહ અને નણંદ આરતીબા કુલદીપસિંહ જાડેજા (રહે. જામનગર)ના નામ આપ્યા છે. ફરિયાદી પરિણિતા ગાયત્રીબા (ઉં. વ.25)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારાં પિતાનું નામ હિતેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા છે.

હાલ હું ધોરાજીના નાનીમારડમાં મારાં પિતાના ઘરે રહું છું. મારા લગ્ન તા.12/2/2024ના રોજ ધોરાજી તાલુકાના છત્રાસા મુકામે શિવરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા સાથે થયેલ. લગ્ન બાદ હું મારા પતિ તથા મારા સાસુ-સસરા સાથે છત્રાસા મુકામે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. મારા પતિ પોલીસમાં નોકરી કરે છે. અને સુરત શહેર ખાતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

લગ્ન બાદ મારાં પતિ 10થી 12 દિવસ સુધી છત્રાસા રોકાયેલ અને પછી સુરત જતા રહેલ હતા. હું છત્રાસા મુકામે રહેતી હતી. મારા નણંદ પતિ સાસરિયાને ફોન કરી એવુ કહેતા કે નાનીમારડ વાળા તો કરિવાયાવર જાજો આપે. આ તો કાંઇ લાવી નથી. જાજુ સોનું પણ લાવી નથી. મારો ભાઈ તો સરકારી નોકરી કરે છે અને હજી તો નાનો છે.

તેને આનાથી પણ સારી મળી જશે. આપણને નાનીમાડ વાળાએ ખોટી પધરાવી દિધી છે. તેમ કહી ચડામણી કરતા હતા. મારા સસરા અને જેઠ પણ અવાર નવાર મને કરિયાવર બાબતે બોલી માનસિક ત્રાસ આપતા હતા. પતિ સુરત નોકરીમાં જતા રહ્યા બાદ મને ક્યારેય ફોન પણ કરતા નહી. હું ફોન કરું તો તોછડુ વર્તન કરતા. ત્યારબાદ એક વાર મને અજાણ્યા નંબર પરથી એક મહિલાનો ફોન આવેલ અને તેણે મને તેની ઓળખાણ મારા પતિ સાથે સુરત પોલીસમાં નોકરી કરે છે તેમ જણાવેલ અને એવું કહેલ કે હું અને તારો પતિ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ.

તુ અમારી વચ્ચે શું કામ આવી? મેં આ વાત સાસુ સસરાને કરી પણ તેઓએ પતિની તરફેણ કરી. મારા સાસુ એવુ પણ કહેતા કે તું તો કામવાળી છે, અમને મફતમાં કામવાળી મળી ગઈ છે. મારા પતિ મારા સાસુ-ન્સસરાને ફોન કરી અને એવુ કહેતા કે, મારે તે જોઈતી નથી તમે એને તેના ઘરે મોકલી દેજો. આશરે અઢી મહિના પછી મારા પતિ સુરતથી છત્રાસા રજા ઉપર આવેલ ત્યારે પણ તેઓ મને બોલાવતા નહીં.

ફોનમાં બીજાની સાથે વાતો કરતા રહેતા અને હું તેની સાથે વાત કરવા પ્રયત્ન કરૂ તો મારે તને જોઇતી જ નથી મારે સુરતમાં બીજી છે. તેમ કહી મને માનસિક ત્રાસ આપતા હતા. રજા પરથી જતા રહેલ હતા અને છેલ્લા ચાર-પાંચ મહિનાથી તો મારો નંબર પણ બ્લોક કરી દિધેલ. આશરે ત્રણેક મહિના પહેલાં આ બાબતે મારા માતા-પિતાને જાણ કરેલ.

જેથી તેઓ મને તેડી ગયેલ હતા. પિતાએ અનેક વાર આ લોકોને મારા પતિને સુરતથી બોલાવી તેને સમજાવી અને મને તેડી જવાના સમાચાર મોકલેલ પરંતુ તેડવા આવેલ નહીં. પાટણવાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image