જગત જનની માં અંબાની આરાધના નું પર્વ એટલે નવરાત્રી બિન્દાસ ગરબે રમજો મેદાનમાં દારૂડિયા, રોમિયો, કે ટપોરી આવ્યા તો ખેર નથી પોલીસ છોડશે નહીં આયોજકો પણ નહી બચે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આક્રમક મુડમાં - At This Time

જગત જનની માં અંબાની આરાધના નું પર્વ એટલે નવરાત્રી બિન્દાસ ગરબે રમજો મેદાનમાં દારૂડિયા, રોમિયો, કે ટપોરી આવ્યા તો ખેર નથી પોલીસ છોડશે નહીં આયોજકો પણ નહી બચે ગૃહ મંત્રી હર્ષ સંઘવી આક્રમક મુડમાં


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જગત જનની જગદંબા આદ્યશક્તિ માં અંબાજીના આરાધના ઉપાસના નું પર્વ એટલે નવરાત્રી પ્રાચીન ગરબાઓ શેરી ગરબીઓ નું મહત્વ સતત ઘટી રહ્યું છે. અને અર્વાચીન પ્રણાલી પ્રમાણે હાલ મહોત્સવના કોઈપણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાશે અને તાબડતોબ પોલીસ એક્શન મોડમાં આવશે કોઈપણ ચમરબંધીને બક્ષવામાં નહીં આવે વિશ્વનો સૌથી મોટો તહેવાર નવરાત્રી છે. હાલ માતાજીના ગરબા રમવા માતાના ગુણ ગાન ગાવા શક્તિની ઉપાસના કરવાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની બહેનો-દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ગરબા આયોજકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી કડક સૂચના આપવામાં આવી છે. મેદાનમાં દારૂડિયા, રોમિયો કે ટપોરીઓ આવ્યા તો પોલીસ છોડસે નહીં, તેમજ ગરબા મહોત્સવના કોઈ પણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાવવામાં આવશે તથા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અંતમાં ગ્રહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.