બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે ધર્મનંદન અમૃત સરોવરનું નિર્માણ - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે ધર્મનંદન અમૃત સરોવરનું નિર્માણ


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે ધર્મનંદન અમૃત સરોવરનું નિર્માણ

ધર્મનંદન અમૃત સરોવરનું વડાપ્રધાન દ્વારા તા.૨૨ ફેબ્રુઆરીના રોજ લાઇવ ડ્રોન વિડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભ મોદી દ્વારા શુભારંભ કરવામાં આવેલા અમૃત સરોવર અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ ખાતે ધર્મનંદન અમૃત સરોવર નિર્માણ કરાયું છે. આ અમૃત સરોવરનું વડાપ્રધાન દ્વારા તા. ૨૨/૦૨/૨૦૨૩ના રોજ લાઇવ ડ્રોન વિડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે.

આ અમૃત સરોવરની લંબાઇ ૫૧૫ મીટર છે, જ્યારે સરોવરનો વિસ્તાર ૧૨.૭૪ એકર છે. અમૃત સરોવર બનાવવા પાછળ અંદાજીત ખર્ચ રૂ. ૬૩૦ લાખ થયો છે. ધર્મનંદન અમૃત સરોવર નિર્માણ માટે ધર્મનંદન ડાયમંડ એસોસિએશન, ૧૫મું નાણાંપંચ, મનરેગા અને લોકભાગીદારી દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે.
આ અમૃત સરોવરની આજુબાજુ ૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તથા આ સરોવરમાં બોટીંગ પણ કરી શકાશે તેમ ગઢડા તાલુકા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

‍ Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.