શ્રીગુરુદેવ શ્રીચતુર્થપીઠાધીશ્વર શ્રી વિઠ્ઠલરાયજીના સહપરિવાર સાનિધ્યમાં મોડાસા ખાતે માળા તિલક પર્વ ની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી જિલ્લા મોડાસા ખાતે સદા સર્વદા સેવ્ય ગાદીપતિ શ્રી ગોકુલનાથ પ્રભુચરણના પરમ અનુગ્રહરૂપી ચરણાતપત્રની છત્રછાયામાં પરમગુરુ પૂજ્યચરણ શ્રી દેવકીનંદનાચાર્યશ્રીના હૃદય સ્ફુરિત અનેક આશીર્વાદની આભાથી પ્રકાશિત પૂજ્યચરણશ્રી ગુરુદેવ શ્રીચતુર્થપિઠાધીશ્વર ગોસ્વામી શ્રીવિઠ્ઠલરાયજી સહપરિવારના સાનિધ્યમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મોડાસા મુકામે શ્રી માળા તિલક સંરક્ષણ પર્વ ખૂબ ધામધૂમથી ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ખૂબ જ આનંદથી ઉજવવામાં આવ્યો. શ્રી ગોકુલેશ ચરણશરણ અનુરાગી સેવક વૈષ્ણવોએ આ અલૌકિક પર્વના સાક્ષી બની પોતાના સેવકપણાને સાર્થક કર્યો.શ્રીગુરુદેવ શ્રીચતુર્થપીઠાધીશ્વર ગોસ્વામી શ્રીવિઠ્ઠલરાયજી સહ પરિવાર ત્રણ દિવસ મોડાસા મુકામે પધાર્યા જેમાં વિવિધ /મંગલ અવસર ના કાર્યક્રમોનું આયોજન થયું જેમાં શોભાયાત્રા, વચનામૃત, ગુણગાન, સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ માં શ્રીગોકુલેશ બાળ પાઠશાળાના બાળકોએ લઘુનાટિકા રજુ કરી માળા તિલક પર્વની ઉજવણી કરવામાં આવી. આ ત્રણ દિવસ વચનામૃતમાં પૂજ્ય શ્રીગુરુદેવે મહાપ્રભુજીની વાણી ષોડશગ્રંથ અંતર્ગત જલભેદ ગ્રંથનું સૌને અધ્યયન કરાવ્યું.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.