મારા ઘર થી જરા નજીક જ ગીતા બહેન નું ઘર એમના પતિ પોસ્ટ મા હતા એમના દેહાંત પછી ઘરે બેઠા ગીતા બેન પોસ્ટ નું કરતા ને પેંશન પણ આવતું, એટલે સ્વનિર્ભર અને સ્વાભિમાની સ્વભાવ હોય,
મારા અનુભવો
પ્રકરણ:૧
"સમજણા સાસુમા "
મારા ઘર થી જરા નજીક જ ગીતા બહેન નું ઘર એમના પતિ પોસ્ટ મા હતા એમના દેહાંત પછી ઘરે બેઠા ગીતા બેન પોસ્ટ નું કરતા ને પેંશન પણ આવતું, એટલે સ્વનિર્ભર અને સ્વાભિમાની સ્વભાવ હોય,
પરિવાર મા પુત્ર અને પુત્ર વધુ, દીકરીઓ ને પરણાવી દીધી એટલે દીકરા વહુ સાથે રહે,
મારા ઘરે એ ક્યારેય અમસ્તા આવે નહીં, હાં ધર પાસે થી મંદિર જવા દરોજ નિકળે ને હસતા ચહેરે જયશ્રી કૃષ્ણ કરેજ !
સવારે મંદિર જતા મારા ઘરે આવ્યા , મને કહે મારે ઘરકામ માટે કોઈ બેન મળે તો બહું જરુર છે,
તમારા ઘરે વાસણ કરવા આવે એમને જરા કહેજો ને,
મેં કહ્યું કેમ અચાનક શું થયું તમે તો હંમેશા જાતે જ કામ કરો છો ને???
બહું લાંબી વાત નહોતી પણ બહું સમજવા જેવી હતી.....
મારા વહુ ને ડીલેવરી પછી તેડી લાવ્યા છીએ પણ બેબી ને સાચવતા બધું ઘરકામ વહુ કરે પણ બીચારા ખેંચાય બહું...
તે કાલે હું ને ભાઈ (એમના પુત્ર)
બેઠા તા ને ભાઈ બોલ્યા કે બા આ નિશા ડીલેવરી પછી તો સાવ સુકાઇ ગઇ નય,!?!
ઈ પુરુષ માણા થૈ ને આટલું સમજે તો આપણે તો અસ્ત્રી જાત કેવાઈએ,, વહુ બોલે નય પણ એનો ય દેહ છે થાકી જાય, હું હવે પેલા જેમ કામ નો કરી શકું એટલે કામ જ બંધાવી લેવું છે..
મેં વધારે એમના ચરિત્ર ને જાણવા કહ્યું, કામ વળા તો ઘર જેવું નો કરે ને પાછો પગાર પણ દેવો પડે તો કોણ વધારાનો ખર્ચ કરશે???
મને કહે, એ ઘોળ્યુ પૈસા કાંઈ ગળે બાંધી ને જાવની નથીને કામ જરાક આમતેમ રોડવી લેશું આતો
તમને કહું છું બાકી મનેય એમ થાતું કે છોકરાવ નાના હોય કામ બહું પોંચે પણ કોઈ ને કેવાય કેમ, એટલે આ વહુ નો વિચાર કરીને જ નક્કી કર્યુ મારા પર વિતી એવી એના પર નો થાય બસ!!!
એતો કહીને ચાલ્યા ગયા પરંતુ હું મનોમન એમના ઉત્તમ ચરિત્ર ને પવિત્ર વૈધવ્ય ને વંદન કરતી રહી !!! મારા હૃદય મા હંમેશા માટે એક સ્નેહાળ, મમતા ભરી સમજદાર સાસુમા ની છબી બની ગયા!!!
દ્યુતિ દવે ( ચિંતના )
હર હર મહાદેવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.