હિંમતનગર ખાતે ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો
હિંમતનગર ખાતે ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો
*******
ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મેનેજીંગ ડિરેકટરશ્રી અરૂણ મહેશ બાબુની ઉપસ્થિત રહ્યા હતા
**********
સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી અરૂણ મહેશ બાબુના વરદ હસ્તે હિંમતનગર વર્તુળ કચેરીના નવિન ગુજરાત એનર્જી નોલેજ સેન્ટરને તકતી અનાવરણ વિધિવત સંપન્ન કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોર્પોરેટ કચેરીના મુખ્ય ઇજનેરશ્રી વી.એમ.શ્રોફ અને શ્રી જી.એચ. એંજિનિયરશ્રી તેમજ વિશેષ મહાપ્રબંધક (મા.સં) શ્રી એ.સી.પ્રજાપતિ અને અધિક્ષક ઇજનેર શ્રી જેટકો હિંમતનગર ઉપસ્થિત રહીને પ્રસંગને દીપાવ્યો હતો.
આ પ્રસંગે મેનેજિંગ ડિરેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ પોતાના ઉદબોધનમાં હિંમતનગર ખાતે બનાવેલ નવિન ટ્રેનિગ સેન્ટર દ્વારા કર્મચારીઓને થતાં ફાયદા અંગે માહિતી આપી તાલીમનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ યુ.જી.વી.સી.એલ. દેશની પ્રથમ વર્ગની પ્રતિષ્ઠિત વીજ વિતરણ કંપની છે. જે ગર્વ લેવા જેવી બાબત છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, અન્ય ખાનગી સેક્ટર માં કર્મચારીઓને આપવામાં આવતી તાલીમ નું અનુસરણ આપણી કંપનીમાં કરી વધુ સારી સેવાઓ નાગરીકોના મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.
વિશેષ મહાપ્રબંકશ્રી એ.સી.પ્રજાપતિ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધનમાં અકસ્માત નિવારણ તેમજ તાલીમ લઈને કર્મચારીઓમાં જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડેલ. તેમજ નવિન ટ્રેનીંગ સેન્ટર કારણે કર્મચારીઓને થતાં ફાયદા વિષે સમજ આપી હતી.
મુખ્ય ઇજનેર શ્રી વી.એમ.શ્રોફ અને શ્રી જી.એચ. એન્જિનિયર શ્રી દ્વારા તેમના ઉદબોધનમાં તાજેતરમાં આવેલ બિપરજોય વાવાઝોડા દરમિયાન કંપનીના કર્મચારીઓ દ્વારા ખુબ જ ઝડપથી અને ઓછા સમયમાં વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરીને બિરદાવવામાં આવી હતી. હિંમતનગર વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળની વિવિધ પેટા-વિભાગીય કચેરીઓ દ્વારા કરેલ પ્રશંસનીય કામગીરી જેવી કે જીરો અકસ્માત, જીરો ડેબિટ એરિયર્સ માટે પેટા-વિભાગીય કચેરીના વડાઓને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા અકસ્માત નિવારણ અંગેના શપથ લેવામાં આવેલ હતા.
અધિક્ષક ઇજનેરશ્રી જી.જે.ધનુલાએ ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું. શ્રી એચ.બી.ગાંધી કાર્યપાલક ઇજનેર હિંમતનગર દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.મેનેજિંગ ડિરેકટર શ્રી દ્વારા તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.