શહેરા તાલુકામા હોળી ધુળેટીના પર્વ માટીના લાડવા પરથી વરસાદનો વરતારો કાઢવાની અનોખી પરંપરા - At This Time

શહેરા તાલુકામા હોળી ધુળેટીના પર્વ માટીના લાડવા પરથી વરસાદનો વરતારો કાઢવાની અનોખી પરંપરા


શહેરા,
શહેરા તાલુકામા હોળી પર્વની અનોખી ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકાના કેટલાક ગામોમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને ધુળેટીના દિવસે કાઢીને તેની ભીનાશ પરથી વરસાદનો વર્તારો કાઢવાની પંરપરા ચાલી આવે છે, જેમા માટીના ચાર લાડવા બનાવામા આવે છે,અને તેને આપણી ગુજરાતી મહિનાઓના પ્રમાણે નામ અનુક્રમે અષાઢ,શ્રાવણ.ભાદરવો,અને આસો નામ આપવામા આવે છે.તેની ઉપર સફેદ દોરો વીંટવામા આવે છે. પછી હોળી જ્યા પ્રગટાવાની હોય છે.જ્યા એક ખાડો ખોદવામા આવે છે. તેમા આ ચાર લાડવા મુકવામા આવે છે. તેની ઉપર પાણી ભરેલી ગાગર મુકવામા આવે છે. ત્યારબાદ તેની ઉપર છાણાં મુકી દેવામા આવે છે. અને માટીથી દાટી દેવામા આવે છે.ત્યારબાદ તે જગ્યા ઉપર જ હોળી પ્રગ઼ટાવામા આવે છે.ધુળેટીની દિવસે દાટેલા માટીના લાડવા બહાર કાઢવામા આવે ત્યારે ગામના લોકો પણ મોટી સંખ્યામા ભેગા થાય છે. લાડવા કાઢીને તેના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવામા આવે છે.અને માટલીમાં રાખેલા પાણીને પણ વહેચી દેવામા આવે છે. જેની સાથે માન્યતા છે કે આ પાણી પીવાથી તાવ આવતો નથી.તેમજ ઘરમાં પાણી છાંટવાથી આખુ વર્ષ સુખ શાંતિ રહે છે. આ વખતે તમામ લાડવા સરખા ભેજ વાળા થયા હોવાથી ચોમાસાના ચારેય મહિના પુરો વરસાદ પડવાનો વર્તારો કાઢવામા આવ્યો હતો.જોકે આ એક માન્યતા છે. પરંતુ ગ્રામજનો સાથે તેમની શ્રધ્ધા જોડાયેલી છે. આમ શહેરા પંથકમાં પણ અનોખી રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામા આવી હતી.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
મો,8140210077
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.