અમરેલીમાં ઈંડિયન આર્મીના નિવૃત્ત સર્વિસમેન અને શહીદોનાં ધર્મપત્નીઓનું સંમેલન યોજાયું
અમરેલીમાં ઈંડિયન આર્મીના નિવૃત્ત સર્વિસમેન અને શહીદોનાં ધર્મપત્નીઓનું સંમેલન યોજાયું
---
કાર્યક્ર્મમાં મેડિકલ કેમ્પ, પેન્શન સહિતના વિવિધ પ્રશ્નો અને નિવૃત્ત જવાનોને અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો વિશે ચર્ચા કરાઈ
---
અમરેલી તા.૦૧ નવેમ્બર, ભારતીય સેનાના નિવૃત્ત સર્વિસમેન અને સેવા દરમિયાન શહીદ થયેલા જવાનોના ધર્મપત્નીઓની ઉપસ્થિતિમાં અમરેલી વિદ્યાસભા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જવાનો માટેના પેન્શન કેસના પ્રશ્નો અને આર્મીના સ્પર્શ પ્લેટફોર્મની માહિતી વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
ઉક્ત કાર્યક્રમમાં સેનાના શહીદોનાં ધર્મપત્નીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં લોકોએ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો અને તેમના સ્વાસ્થ્યની મિલિટરી હોસ્પિટલ જામનગરના તબીબો અને દંત ચિકિત્સકો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક વેલફેર ઓફિસ દ્વારા નિવૃત્ત જવાનોને પુન: રોજગારી માટેની તકો અંગે માર્ગદર્શન અને સંક્લન સાધવા માટે મદદ કરવામાં આવી હતી.
જિલ્લા સૈનિક વેલફેર ઓફિસ તેમજ એકસ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કિમ સેલ દ્વારા નિવૃત્ત જવાનો, અધિકારીઓને ઈ.સી.એચ.એસ. જામનગર, જિલ્લા સૈનિક વેલફેર બોર્ડ, એકસ સર્વિસમેન સેલ સ્ટેશન હેડક્વાર્ટર્સ અમરેલી, અને જિલ્લા કલેક્ટર ઓફિસના પ્રતિનિધિશ્ર્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિમર્શ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના ૧૧૩ જેટલા એક્સ-સર્વિસમેન અને તેમના આશ્રિતો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.