બોટાદ જિલ્લામાં “સેવા સેતુ”ના દસમાં તબક્કાનું આયોજન : કાર્યક્રમના સુચારૂં આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
(અસરફ જાંગડ દ્વારા)
રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા,સંવેદનશીલતા તથા જવાબદારીપણું વધુ સુદ્રઢ બને તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2024માં સેવા સેતુના દસમાં તબક્કા અન્વયે બોટાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 17 સપ્ટેમ્બરથી શુભારંભ થવા જઈ રહ્યો છે. રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને સિદ્ધ કરવા''સેવા સેતુ'' કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમના સુચારૂં આયોજન અને અસરકારક અમલીકરણ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઅન્વયે તા.17-09-24ના રોજ બોટાદ (ગ્રામ્ય) સમઢીયાળા નં.૧માં લાઠીદડ, સજેલી, વજેલી, તાજપર, સરવઇ, પાટી, કેરીયા નં.૧, કેરીયા નં.૨, સાંગાવદર, ઝીંઝાવદર, ઢીંકવાળી, સમઢીયાળા નં.૨, રોહિશાળા, સહિત.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.