બોટાદ બાગાયત વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત મહિલાઓ માટે તાલીમ વર્ગ યોજાયો
મહિલાઓ મિક્સ શાકભાજીનું અથાણું, મિક્સ ફ્રૂટનો જામ, ટુટી ફૂટી સહિતની પૌષ્ટિક બનાવટો બનાવી પગભર થાય તે હેતુસર તાલીમનું આયોજન
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી બોટાદ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત રાણપુર તાલુકાના કુંડલી ગામે
મહિલા વૃતિકા યોજના અંતર્ગત ગામના ૪૧ જેટલા બહેનોને બે દિવસીય ફળ પરીક્ષણ અને કેનિંગ વિશે તાલીમ
આપવામાં આવી હતી. જેમાં મિક્સ શાકભાજીનું અથાણું, મિક્સ ફ્રૂટનો જામ, ટુટી ફૂટી, દાડમનું શરબત, ટામેટાનો કેચઅપ, ટોપરાનાં લાડુ વગેરે બનાવટો સ્થળ પર બનાવી બહેનો પોતાની જાતે પૌષ્ટિક બનાવટો બનાવી પગભર થાય એવા આશયથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય તાલીમ વર્ગમાં બોટાદનાં નાયબ બાગાયત નિયામકશ્રી જે. ડી.વાળાએ તાલીમાર્થીઓને યોજનાને અનુરૂપ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતમાં “એક નવી શરૂઆત પોતાનાથી” એવા નારા સાથે પ્રમાણપત્ર અને કેનીંગ બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.