ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ૧૮૨૬૦ કરતા વધુ લાભાર્થીઓને આપવામાં આવ્યો આયુષ્માન કાર્ડનો લાભ
ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ૧૮૨૬૦ કરતા વધુ લાભાર્થીઓને
આપવામાં આવ્યો આયુષ્માન કાર્ડનો લાભ
----------
કાજલી ખાતેથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું
ગીર ગઢડાના જામવાળા ખાતે ઉમળકાભેર સમાપન
----------
ગ્રામ્ય સ્તરના અને છેવાડાના માનવીને પણ વધુમાં વધુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તેમ વહીવટી તંત્રની ઉત્તમ કામગીરી
----------
૩૨૪ ગ્રામ પંચાયત ૧૦૦% જલજીવન મિશન, ૧૧૭ ગ્રામ પંચાયત ૧૦૦% જનધન યોજના અને ૨૮૯ ગ્રામ પંચાયત ૧૦૦% આયુષ્માન કાર્ડનું લક્ષ્ય મેળવ્યું
----------
૮૩૪૨૯ લોકોની થઈ સ્વાસ્થ્ય તપાસ તો ૭૦૨૦૦થી વધુ
વ્યક્તિઓએ મેળવ્યું ટીબીલક્ષી માર્ગદર્શન
----------
ગીર સોમનાથ, તા.૧૭: જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના વડપણ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ તાલુકાના કાજલી ખાતેથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગીર ગઢડાના જામવાળા ખાતે ઉમળકાભેર સમાપન થયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સમગ્ર જિલ્લાના ગ્રામ્યસ્તરમાં પણ ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૩૨૫ કરતા વધુ ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવી હતી. જેમાં ૧,૧૯,૮૦૦ કરતા વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય કેમ્પમાં ૮૩૪૨૯ લોકોએ સ્વાસ્થ્ય અંગેની તપાસ કરાવી હતી. જ્યારે ૭૦૨૮૫ જેટલા વ્યક્તિઓએ ટીબીલક્ષી તપાસ કરાવી માર્ગદર્શન મેળવ્યું હતું. ઉપરાંત ૭૩૭ જેટલા સીકલસેલના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ તકે, મારૂ ભારત અંતર્ગત ૪૩૪૨ જેટલા સ્વયંસેવકો અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવા ૧૭૩૪ લાભાર્થી નોંધાયા હતાં. જ્યારે વિભિન્ન ક્ષેત્રમાં પ્રદાન કરનાર તેમજ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૯૨૦ મહિલાઓ, ૫૨૩ રમતવીરો તેમજ ૧૪૯૨ વિદ્યાર્થીઓ અને ૨૪૫ સ્થાનિક કલા કારીગરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત ૯૨૦ કરતા વધુ લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો. ૩૪૫ કરતા વધુ ગામોમાં ખેડૂતોએ ડ્રોન નિદર્શન દ્વારા દવા છંટકાવની પદ્ધતિ તેમજ આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી ડ્રોન વડે ખેતીનું માર્ગદર્શન મેળવ્યું હતું અને ૨૯૦૦ કરતા વધુ ખેડૂતો સાથે પ્રાકૃતિક અને જૈવિક ખેતી અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ૨૮૯ ગ્રામ પંચાયત ૧૦૦% આયુષ્માન કાર્ડનું લક્ષ્ય મેળવ્યું હતું તો ૩૨૪ ગ્રામ પંચાયત ૧૦૦% જલજીવન મિશન, ૧૧૭ ગ્રામ પંચાયત ૧૦૦% જનધન યોજના તેમજ ૨૮૩ ગ્રામ પંચાયત ૧૦૦% પી.એમ.કિસાન યોજનાથી સંતૃપ્ત થઈ હતી. જ્યારે ૨૯૨ જેટલી ગ્રામ પંચાયત ૧૦૦% જમીન રેકોર્ડ ડિજીટાઈઝેશન ધરાવે છે અને ૨૯૭ જેટલી ગ્રામપંચાયત ઓ.ડી.એફ પ્લસ થઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૧૮૨૬૦ કરતા વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. આમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત ગ્રામ્ય સ્તરના અને છેવાડાના માનવીને પણ વધુમાં વધુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે રીતે ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.