૨૯- ખેડબ્રહ્મા( અનુસૂચિત જન જાતિ) વિધાનસભાબેઠકમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ" અવસર રથ " દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવાઇ - At This Time

૨૯- ખેડબ્રહ્મા( અનુસૂચિત જન જાતિ) વિધાનસભાબેઠકમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ” અવસર રથ ” દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવાઇ


૨૯- ખેડબ્રહ્મા( અનુસૂચિત જન જાતિ) વિધાનસભા બેઠકમાં  ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ " અવસર રથ " દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવાઇ

****

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં વધુમાં વધુ મતદાન અંગે જાગૃતતા આવે તે માટે અવસર રથ સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાની  29- ખેડબ્રહ્મા( અનુસૂચિત જન જાતિ ) વિધાનસભા બેઠકના કોડીયાવાડા,ચિતરીયા, મોવતપુરા, દઢવાવ, ચીઠોડા, લીમડા, વિજયનગર સહિતનાં વિવિધ ગામોમાં અવસર રથે ભ્રમણ કરી લોકોને જાગૃત કર્યા હતા.આ અવસર રથ લોકોમાં મતદાન કરવા અંગે જાગૃતિ ફેલાવી રહ્યો છે.મતદાન  જાગૃતિ અંગેના અવસર રથમાં લોકોએ હું વોટ કરીશની સંમતિ દર્શાવતી સહી રથ ઉપર કરી હતી અને ઉત્સાહ પૂર્વક રથના વધામણાં કર્યા હતા.

 

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની સક્રિય ભાગીદારીથી ઊંચું મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.