યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલા જ દિવસે 5 કોપીકેસ, કાપલીમાંથી ચોરી કરતા’તા - At This Time

યુનિવર્સિટીની પરીક્ષામાં પહેલા જ દિવસે 5 કોપીકેસ, કાપલીમાંથી ચોરી કરતા’તા


યુનિવર્સિટીના ત્રીજા સેમેસ્ટરના 57,495 વિદ્યાર્થીની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થયો છે. યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરીને પરીક્ષા આપવાનું દૂષણ હજુ યથાવત્ હોય એમ પરીક્ષાના પહેલા જ દિવસે અમરેલીની એસ.ડી. કોટક લો કોલેજ અને બાઢડાની કોલેજમાંથી 5 કોપીકેસ પકડી પાડવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન ત્રણેય વિદ્યાર્થી અપેક્ષિત અને કાપલીમાંથી ચોરી કરીને લખતા હોવાનું ધ્યાનમાં આવતા ઓબ્ઝર્વર દ્વારા પાંચેય સામે કોપીકેસ દાખલ કરી નિયમ મુજબની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.