કેશોદમાં ચકલીના માળા માટીના કુંડા બર્ડ ફિડરનુ રાહતદરે વિતરણ
વાઈલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશોદના ઉપક્રમે વિશ્વ ચકલીદિવસની ઉજવણી નિમિત્તે સ્વ.જીવાભાઈ નારણભાઈ વાસણ તથા સ્વ.જીવીબેન જીવાભાઈ વાસણ(કારેજવાળા)ના પુણ્યસ્મરણાર્થે વૈભવ બુક સ્ટોર કેશોદ પાસે સવારે 9 વાગ્યાથી ચકલીના માળાના બોક્સ,માટીનાં કુંડાં તથા બર્ડ ફિડરનું રાહતદરે વિતરણ કરવામાં આવેલ.
વેરાવળના કવિ શ્રીયોગેશ વૈદ્ય,સુશ્રી ઈન્દુબેન જોશી,ડૉ.તન્ના સાહેબ,ધર્મિષ્ઠા વાસણ તથા વિશાલ પાણખાણિયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરેલ.
આ પ્રસંગે ગામની વિવિધ સંસ્થાઓના અગ્રણી કાર્યકરો સર્વશ્રી જગમાલભાઈ નંદાણિયા,ડૉ.તન્ના સાહેબ, ઋષિકેશભાઈ દવે,ડૉ.ભુપેન્દ્ર જોશી,પ્રવીણભાઈ પાઠક,રેવતુભા રાયજાદા,દિનેશભાઈ રાજા, જયદીપભાઈ ઝાંઝમેરિયા,પરેશભાઈ ત્રિવેદી,અર્જુનભાઈ પાઘડાર,વિનુભાઈ અગ્રાવત, જયંતભાઈ પંડ્યા,તુલસીભાઈ ટીટીયા,જિતુભાઈ ધોળકિયા, આર.પી.સોલંકી, મહાવીરસિંહ જાડેજા,વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ કાર્યક્રમમાં આશરે 800 જેટલા માળા, 400 જેટલા પાણી ના કુંડા તેમજ 300 જેટલા બર્ડ ફિદરનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ.
નિશાંત પુરોહિત,જિતુભાઈ પુરોહિત ધર્મિષ્ઠા વાસણ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવેલ હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.