જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ નું અનેરું ચકલી બચાવો અભિયાન સંસ્થા દ્વારા રાહત દરે 10 હજાર ચકલી ના માળા , 3000 પાણી માટે માટી ના કૂંડા અને 2000 મીની ચબૂતરા નું વિતરણ

આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જીલ્લા ની અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ ચકલી દિવસ અંતર્ગત તા.૧૯/૩/૨૨ રવિવાર ના રોજ દીનદયાળ ચોક બોટાદ ખાતે રાહત દરે ચકલી ના માળા , માટી ના કૂંડા , મીની ચબૂતરા વિતરણ નું સુંદર આયોજન કરવામાં આવેલ જેનો લાભ મોટી સંખ્યા માં શહેરીજનોએ લીધેલ.
પૃથ્વી પર હરિયાળા જંગલ ને બદલે સિમેન્ટ કોક્રેટ ના જંગલ વધી રહ્યા છે જેથી ચકલીઓ લુપ્ત થતી જાય છે અને ચકલી ને ઈશ્વરે વૃક્ષ પર માળો બાંધવાનું શીખડાવેલ નથી ત્યારે આ અભિયાન દ્વારા જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી જાયન્ટ્સ સંસ્થા દ્વારા ૧૦ હજાર ચકલી ના માળા , ૩૦૦૦ પાણી માટે માટી ના કૂંડા અને ૨૦૦૦ મીની ચબૂતરા નું રાહત દરે તબક્કા વાર વિતરણ કરાશે.
આજના દિને વિતરણ પ્રસંગે જાયન્ટ્સ ફેડરેશન ઑફિસર (પર્યાવરણ) સી.એલ.ભીકડીયા , યુનિટ ડિરેક્ટર કેતન રોજેસરા , જાયન્ટસ સંસ્થા ના સેક્રેટરી દિલીપ ભલગામીયા , નિલેશ કોઠારી , અમિત વડોદરિયા , મુકેશ જોટાણીયા , મનસુર ખલયાણી , પ્રકાશ ભીમાણી , દર્શન પટેલ , પી.ડી.દરજી , સંજય ઝાંઝરૂકીયા વગેરે હાજર રહેલ .
આગામી તા.૨૬/૩/૨૩ ના રોજ રવિવારે સવારે ૯:૦૦ થી ૧૨ દિન દયાળ ચોક બોટાદ ખાતે ફરીથી રાહત દરે ચકલીના માળા , કૂંડા , મીની ચબૂતરા નું વિતરણ થનાર છે જેનો લાભ લેવા વિનંતી

Report By Nikunj Chauhan
8488966828

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »