વિસાવદર તાલુકામા યોજાનાર સમૂહલગ્નના આયોજકો રફૂચક્કર થયા,વરઘોડીયાઓના સપના રોળાયા
વિસાવદર તાલુકામા યોજાનાર સમૂહલગ્નના આયોજકો રફૂચક્કર થયા,વરઘોડીયાઓના સપના રોળાયાઆવતા સપ્તાહમાં એક સમૂહ લગ્નનું આયોજન પિડાખાઈ મુકામે થવાનું હતું.
પણ આયોજકો બધા નવદંપતિઓને ચૂનો લગાડી ભાગી ગયા છે.જેની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.જેમા જાનકી જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ વતીના આયોજકો,
(૧) ભરતભાઈ ઉસદડીયા, રહે. બગડુ,તા.જી.જુનાગઢ
(૨) મહેશભાઈ પ્રેમજીભાઈ ગજેરા, રહે. નાની પિંડાખાઈ, તા. વિસાવદર
(૩) મનસુખભાઈ બાવાભાઈ વઘાસીયા, રહે.ઢેબર, તા. વિસાવદર
ઉપર જણાવેલ લોકો સામે છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ કરેલ છે. કાચા જયેશ રમેશ નામના શખ્સે એવું જણાવ્યું કે તેના લગ્ન સાલવી મિનાકુમારી (રાજસ્થાની છોકરી) વાળા સાથે તા.૧૩/૦૫/૨૦૨૪ના રોજ ઉકત ટ્રસ્ટના સભ્યો સર્વ જ્ઞાતી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ અને જેમાં અમો લગ્ન ગ્રંથી થી જોડાવવા માટે સામેલ થયેલ અને ટ્રસ્ટના નિતી નિયમો મુજબ જરૂરી તમામ કાગળો તથા શરતોનો સ્વીકાર કરી તે અંગે ટ્રસ્ટ તરફથી નક્કી કરવામાં આવેલ ફી રૂા.૨૨,૦૦૦/- અંકે રૂપીયા બાવીસ હજાર પુરા અમોએ સમુહ લગ્ન કરવા માટે આપેલ અને તેમજ ઉકત ટ્રસ્ટ તરફથી એવુ આશ્વાસન આપવામાં આવેલ કે લગ્ન વખતે કરીયાવર તથા ભેટ સોગાદો ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે અને હિન્દુ શાસ્ત્રોકત વિધી થી લગ્ન ગ્રંથી થી લગ્ન કરી આપીશુ લગ્નની નોંધણી માટે આ ટ્રસ્ટના સભ્ય શ્રી ભરતભાઈ ઉસદડીયા, રહે. બગડુ, તા. જી. જુનાગઢ વાળાને આ લગ્નની ફી પેટે રૂા.રર,૦૦૦/- અંકે રૂપીયા બાવીસ હજાર પુરા આપેલ અને તેમના તરફથી રકમની પહોંચ આપવામાં આવેલ પરંતુ આજરોજ ઉકત સંસ્થાની ઓફીસ વિસાવદર મુકામે જુનાગઢ રોડ ઉપર શાયોના પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે. જેમાં તપાસ કરતા આજરોજ આ ઓફીસ ધણા સમય થી બંધ હાલતમાં છે.તેમજ આયોજકોને ફોન દ્વારા સંપર્ક કરતા મોબાઈલ બંધ આવેલ છે. આમ અનેક વખત આ બાબતે તપાસ કરવા છતા કોઈ જ પ્રત્યુતર આપવામાં આવેલ નથી અને તેમજ તેમના સગા સબંધી તથા મીત્રો મંડળને સમુહ લગ્નમાં હાજરી આપવાની જાણ કરી આપેલ હોય અને ઉકત તહોમતદારો એનકેન પ્રકારે આ રકમ ઓળવી જવા માંગતા હોય તેમની સામે કાયદેસરની ફરીયાદ કરેલ છે
રિપોર્ટ જયેશદેવમુરારી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.