બોટાદમાં કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે - At This Time

બોટાદમાં કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે


બોટાદમાં કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 13 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ(પી.એમ.સૂરજ/PM SU-RAJ)પ્રધાનમંત્રી દક્ષ યોજના,પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે.જે અન્વયે બોટાદ ખાતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે બપોરે 3:00 કલાકે કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર,ગઢડાના ધારાસભ્યશ્રી મહંત શંભુપ્રસાદજી ટુંડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.