કાલે બપોરથી રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠકોના રરપ૩ મતદાન મથક ઉપર સ્‍ટાફ રવાના થશેઃ ૧પ૦ ઝોન્‍સ ઓફીસરો - At This Time

કાલે બપોરથી રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠકોના રરપ૩ મતદાન મથક ઉપર સ્‍ટાફ રવાના થશેઃ ૧પ૦ ઝોન્‍સ ઓફીસરો


ગુરૂવારે રાજકોટ શહેર-જીલ્લાની વિધાનસભાની ૮ બેઠકની સામાન્‍ય ચૂંટણી માટે સવારે ૮ વાગ્‍યાથી સાંજે પ દરમિયાન મતદાન થશે. ચૂંટણી સંદર્ભે જીલ્લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે.

દરમિયાન કાલે બપોરથી રાજકોટમાં ૪ અને જીલ્લામાં ૪ થઇને કુલ ૮ સ્‍થળેથી એટલે કે રીસીવીંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટર ઉપરથી બપોરથી શહેર-જીલ્લાના રરપ૩ મતદાન મથકો ઉપર ચૂંટણી-બૂથ માટે રોકાયેલ સ્‍ટાફ રવાના થશે, આ સ્‍ટાફને ઇવીએમ-વીવીપેટ સાથે અને અનેક પ્રકારની ચીજ વસ્‍તુઓ સાથે મોકલતા પહેલા ભરપેટ ભોજન કરાવ ી રવાના કરવા સૂચના અપાઇ છે.
ઉપરોકત સ્‍ટાફ રાજકોટ અને જીલ્લામાં સમયસર પહોંચી ગયો કે નહી, બૂથ બરાબર છે કે નહીં તેના રીપોર્ટીંગ માટે કુલ ૧પ૦ ઝોનલ ઓફીસરોને ૧પ-૧પ બૂથની જવાબદારી સોંપાઇ છે, તે ઉપરાંત તમામ ઝોનલ ઓફીસરને સેકટર મેજીસ્‍ટ્રેટના પાવર અપાયા છે.
રાજકોટમાં ચૌધરી હાઇસ્‍કુલ-પીડી માલવિયા કોલેજ-શેઠ હાઇસ્‍કુલ અને વીરાણી હાઇસ્‍કુલ ખાતે રીસીવીંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટર ઉભા કરાયા છે, દરેક સ્‍થળે ૮ મંડપ ઉભા કરાયા છે, દરેક સ્‍થળે ૧૦૦-૧૦૦નો સ્‍ટાફ ખાસ મદદમાં રહેશે, આ પહેલા આજે સાંજે સ્‍ટાફનું ત્રીજુ રેન્‍ડેમાઇઝેશન થશે, અને સ્‍ટાફને જમાડી બૂથ ઉપર રવાના કરાશે, દરેક સ્‍થળે તમામ સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે પહોંચી જવા આદેશો કરાયા છે.
રાજકોટ ગ્રામ્‍ય-તાલુકા તથા અન્‍ય તાલુકાના ગ્રામ્‍ય ક્ષેત્રમાં સ્‍ટાફને પહોંચાડવા અને લઇ આવવા માટે જીલ્લા ચૂંટણી તંત્રે ૯૦ જેટલી બસો ભાડે માંગી છે. કાલે દરેક રીસીવંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટર ઉપર તેમના રીર્ટનીંગ ઓફીસરો, એઆરઓ, અન્‍ય સ્‍ટાફ સવારે ૬ થી ૬ાા વચ્‍ચે પહોંચી જશે, બૂથ ઉપર રવાના થનાર સ્‍ટાફને રાત્રી રોકાણ બૂથ ઉપર કરવા, સવારે ૬ાા વાગ્‍યે મોકપોલ કરવા અને ૮ વાગ્‍યાથી મતદાન શરૂ કરાવી દેવા આદેશો કરાયા છે, તેમજ સાંજે પ વાગ્‍યે મતદાન પૂર્ણ થયે જે તે રીસીંવીંગ-ડીસ્‍પેચીંગ સેન્‍ટર ઉપર ઇવીએમ-વીવીપેટ- તમામા પ્રકારની શીટ સાથે હાજર થઇ તમામ ચીજ વસ્‍તુની સોંપણી કરવા પણ સૂચના અપાઇ છે. રાજકોટ શહેર-જીલ્લામાં કુલ રરપ૩ મતદાન મથકો છે, જેમાંથી ૩રપ સંવેદનશીલ જાહેર કરાતા ત્‍યાં અર્ધ લશ્‍કરી દળો - પોલીસ - મહિલા પોલીસ-હોમગાર્ડસ ખાસ મૂકાશે, તે ઉપરાંત ૧૧પ૦ મતદાન મથકોનું વેબ કાસ્‍ટીંગ થશે, આ માટે આ મતદાન મથકો ઉપર કેમેરા ગોઠવાયા છે, અને તેનો સીધો કન્‍ટ્રોલ રૂમ કલેકટર કચેરીમાં ઉભો કરી ત્‍યાં ખાસ સ્‍ટાફ મૂકાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.