સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ નો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો.
સરકારી વિનયન અને વાણિજય કોલેજ નેત્રંગ નો એન.એસ.એસ નો વાર્ષિક શિબિર અરેઠી ગામે યોજાયો.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના(NSS) અંતર્ગત પ્રાથમિક શાળા,અરેઠી, તા.નેત્રંગ ખાતે તા.૨૬/૧૨/૨૦૨૨ થી ૦૧/૧૨/૨૦૨૩ સુધી સાત દિવાસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શિબિરના પહેલા દિવસે રહેવાની વ્યવસ્થા અને અન્ય કામગીરી કરવામાં આવી. શિબિરના દ્વિતીય દિવસે તા.૨૭/૧૨/૨૦૨૨ના રોજ શિબિરનું ઉદઘાટન સમારોહ સવારે ૧૧:૦૦ કલાકે યોજવામાં આવ્યો. જેમાં કોલેજ નાં આચાર્યશ્રી ડો.જી.આર.પરમાર સાહેબ ઉપસ્થિત રહી મહેમાનોનાં મહેમાનોનો શાબ્દિક આવકાર કરી, શિબિરાર્થીઓને શુભેચ્છા સંદેશ આપીને વિભિન્ન પ્રવૃત્તિની માહિતી આપી. રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ જીવનમાં ખૂબ છે જે વ્યક્તિના ઘડતળમાં ખૂબ જ ઉપયોગી છે. સમારોહ પ્રમુખ તરીકે નેત્રંગ તાલુકાનાં મામલતદાર વસાવા અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉત્કર્ષ યોજનાની જેવી કે વૃદ્ધા પેન્સન, ગંગા સ્વરૂપા યોજના, સંકટમોચન કુટુંબ સહાય યોજના વગેરેની માહિતી શિબિરાર્થીઓને આપવામાં આવી, આ યોજનાની જાણકારી ગ્રામજાનો સુધી પહોંચાડી આ યોજનાથી કોઈ પણ લાભાર્થી વંચિત નહી રહે એના સૂચનો આપવામાં આવ્યા. ત્યારબાદ શિબિર ના ઉદઘાટક તરીકે નેત્રંગ તાલુકાનાં વિસ્તરણ અધિકારી યોગેશભાઈ ડી. પવાર ઉપસ્થિત રહ્યા હતા એમણે શિબિરાર્થીઓને ગુરુનાં મહત્વ તેમજ કેટલીક ખેતીવાડી યોજનાની માહિતી આપી. અતિથિ વિશેષ તરીકે અરેઠીના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી મગનભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા, એમણે શિબિરાર્થીઓને ગામડાંનું મહત્વ અને શિક્ષિત વ્યક્તિ ગામડાં સાથે જોડાયેલો રહે અને નિરક્ષર વ્યક્તિને સાથે લઈ ચાલે તો પૂરે પૂરા ગામ અને સમાજનો વિકાસ થય શકે છે, એવી સરસ મઝાની વાતો શિબિરાર્થીઓ સુધી પહોચડવામાં આવી. ત્યાર બાદ પ્રાથમિક શાળા, અરેઠીનાં આચાર્ય હરિસિંહ એમ. વસાવા સાહેબે પણ શિબિરાર્થીઓ પોતાની શાળા પટાંગણમાં આવકારી શિબિરાર્થીઓની પ્રવૃત્તિઓને બિરદાવી,અને માનવતાનાં મહત્વની વાત સમજાવી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડો.જયશ્રીબેન તેમજ ડો.સંજયભાઈ આર.વસાવા દ્વારા કરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.