શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા ઉજવાયો શાળાનો 45 મો સ્થાપના દિન - At This Time

શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા ઉજવાયો શાળાનો 45 મો સ્થાપના દિન


ભાવનગર જિલ્લા નાં મહુવા તાલુકા ના મોણપર ગામે સમસ્ત ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક ભાઇઓ-બહેનો દ્વારા આજ રોજ તારીખ 27-12-2022 ના રોજ શાળા ના 45માં સ્થાપના દિન ની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.બગદાણા ધામ ની બાજુમાં આવેલ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા 44 વર્ષ પૂરા કરી 45 માં વર્ષ મંગલ પ્રવેશ કરતા શાળા ના શિક્ષકો દ્વારા આજરોજ 44 વર્ષ દરમિયાન શાળા ને મળેલ યોગદાન ના તમામ દાતાશ્રીઓનું સન્માન કરવા માં આવ્યું, તેમજ બાળકો દ્વારા ગુરુવંદના કરવામાં આવી તેમજ મોણપર ગામમાં આજ દિન સુધી કન્યાશાળામાં ભણેલ તમામ બહેનોમાંથી હાલ જે બહેન જોબ કરતા હોય એમને કર્મશીલ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા તેમજ ગુજરાતનો કદાચ આ પહેલો કાર્યક્રમ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર દ્વારા થયો હશે કે જેમાં ભવ્યાતિભવ્ય રીતે માતા પિતા નું પૂજન કરવામાં આવ્યું હોય.
જેમાં સ્ટેજ સંચાલક તરીકે શ્રી ભગીરથગિરિ ગોસાઈ(શિક્ષક) એ જોરદાર સંચાલન કર્યું હતું જેની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનો,શૈક્ષિક મહાસંઘના આગેવાનો, બગદાણા પીએસઆઇ શ્રી ગઢવી સાહેબ તથા રાજકીય,સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ તેમજ પ્રેસ મિત્રો એ હાજરી આપી હતી તેમજ સ્કૂલ ના આચાર્યશ્રી શંભુભાઇ શિયાળ તેમજ શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈને ખોબલે-ખોબલે દાન શાળાને અર્પણ કર્યું હતુ તથા આનંદ અને ઉલ્લાસ સાથે અલ્પાહાર કરી, શાળા સ્થાપના દિનની ઉજવણીનાં આ કાર્યક્રમ ને સંપન્ન કર્યો હતો.

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon