પડધરી તાલુકાના વિસામણ ગામે પાડોશીઓ બાખડતા દંપતી ઘાયલ - At This Time

પડધરી તાલુકાના વિસામણ ગામે પાડોશીઓ બાખડતા દંપતી ઘાયલ


પડધરીમાં નજીવી બાબતે પાડોશીઓ અને મોરબીમાં મજૂર વચ્ચે મારામારી થતાં મારામારીમાં કુલ ત્રણ ઘવાયા.પોલીસે તપાસ હાથધરી છે.

રાજકોટની ભાગોળે આવેલા પડધરીના વિસામણ ગામે રહેતા જયસુખભાઈ દાનાભાઈ ડાંગર (ઉ.વ.૪૨) અને તેના પત્ની રેખાબેન જયસુખભાઈ ડાંગર (ઉ.વ.૩૬) ને પાડોશી મુકતા, દિલીપ અને ધ્વનિત સાથે નજીવી બાબતે ઝઘડો થતાં બંને પાડોશી પરિવારો વચ્ચે મારામારી થઈ,જે દરમિયાન દંપતી ગંભીર રીતે ઘવાઈ જતા તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પાડોશીઓ નજીવી બાબતે બાખડી પડતાં મારામારીમાં ઈજા પામેલા દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથધરી છે.

મારામારીના અન્ય બનાવવામાં પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના ટીંબડી પાટીયા નજીક કારખાનામાં રહેતા શ્યામભાઈ રતનભાઈ ડામોર નામના ૨૫ વર્ષીય યુવકને ત્યાં કામ કરતા અન્ય મજુર સાથે બોલાચાલી થતા માથાના ભાગે યુવકને પાઇપ મારી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.