અરવલ્લી જિલ્લામાં માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને આંતરરાસ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
નારી તું નારાયણી, નારી ગુણનો ભંડાર
નારીથી નર નિપજ્યા, ધ્રુવ પ્રહલાદ પ્રમાણ.
હાલમાં મહિલાઓની સ્થિતિમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. તે દેશના સામાજિક વિકાસનું સૂચક છે,મંત્રીશ્રી.
વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આજે અરવલ્લીના મોડાસા ખાતે આંતરરાસ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સમાજમાં પરિવારમાં મહિલાનું મહત્વ સમજાવતાં જણાવ્યું કે આજે દરેક ક્ષેત્રે મહિલા ખુબજ ઉમદા પ્રતિનિધિત્વ કરી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ આપણો અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ બખુભી નિભાવી રહેલી દરેક ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતી મહિલાઓ છે.જેમાં જિલ્લા કલેક્ટરશ્રી,જિલ્લા પોલીસ વડાશ્રી,જિલ્લા પ્રમુખશ્રી,મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી,જિલ્લા શિક્ષણાઅધિકારીશ્રી,તેમજ અન્ય મુખ્ય કચેરીઓના વડાઓના હોદ્દાઓ ઉપર આજે જિલ્લામાં મહિલાઓ વહિવટી જવાબદારીઓ નિભાવી રહી છે.અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે. આજે સરકાર દ્વારા અનેક આયોજન અને યોજનાઓથકી મહિલાઓને શસકત અને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે.આજે મારી સામે બેસેલી મોટું સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે જેના થકી જિલ્લાની અને રાજ્યની તેમજ દેશની મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ દરેક મહિલા કરી રહી છે. દરેક ને મહિલા દિવસની શુભકામનાઓ આપું છું.
આ ક્રાયક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કીટવિતરણ કરવામાં આવ્યુ.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,જિલ્લા પોલીસ વડાશ્રી શૈફાલી બરવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા,નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત જેગોડા,DRDA ડાયરેક્ટરશ્રી આર.એન.કુચાર,મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરી,અન્ય જિલ્લામાં પદાધિકારીશ્રીઓ તેમજ વિભાગના અધિકારીશ્રીઓ અને ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
જીતેન્દ્ર ભાટીયા,94291800079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.