રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાનગરપાલિકા રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે પ્રતિમા સફાઈ કાર્યક્રમ યોજાયો
રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાનગરપાલિકા રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે પ્રતિમા સફાઈ કાર્યક્રમ યોજાયો
નિર્મળ ગુજરાત 2.0 તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરની મહાનગરપાલિકાનાં બગીચાઓમાં મુકાયેલ વિવિધ પ્રતિમાઓની સફાઈ કામગીરી દર વર્ષે હાથ ધરાય છે. આ વર્ષે પણ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ તથા મહાનગરપાલિકા રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી રોડ પર આવેલ બિશપહાઉસની સામેનાં બગીચામાં સ્વાતંત્ર્ય વીર ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. તથા પ્રતિમા આસપાસની જગ્યા પણ સફાઇ કરવામાં આવી. આ કાર્યક્રમમાં રડીબા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ વનિતાબેન રાઠોડ, તારાબેન રાઠોડ, સભ્યશ્રી દિપાલીબેન રાઠોડ, મીતભાઈ રાઠોડ અને કિશોરભાઈ ઠાકર જોડાયાં હતાં. મહાનગરપાલિકામાંથી વિરલભાઈ ચાવડા (નાયબ પર્યાવરણ ઈજનેર),
સુરેશભાઈ પટેલ (સેનેટરી ઇન્સપેક્ટર),
વિજયભાઈ માતરિયા (સેનેટરી સબ-ઇન્સપેક્ટર),
મહિપાલસિંહ ગોહિલ (સેનેટરી સબ-ઇન્સપેક્ટર) આ કાર્યક્રમમાં જોડાયા હતા. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ સ્વચ્છતા અભિયાનના કાર્યો હાથ ધરે છે તથા સમાજસેવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતી આ સંસ્થા છે. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટમાં જોડાવા માટે આપ આ મોબાઇલ નંબર 90168 68814 પર સંપર્ક કરી શકો.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.