**ઝાલોદ -દાહોદ સહિતના મનરેગાના કર્મીઓની બદલીઓ/ગેરરીતીની ફરિયાદો બાદ બદલી કરાઈ હોવાની ચર્ચા **
દાહોદ જીલ્લાના મનરેગા વિભાગના કર્મચારીઓના ભ્રષ્ટાચારની બાબતે જીલ્લા વિકાસ અધિકારીને મળતી જ હોય છે, ત્યારે દાહોદ જીલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જીલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓની વહીવટી કારણોસર બદલીની સાથે સાથે વધારાની કામગીરી કરવા માટે હુકમ કરાયો છે. જેમાં ઝાલોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં દિવ્યેશ બિલવાળને દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે દાહોદમાં ફરજ બજાવતાં કાનન મોઢીયાની ઝાલોદ ખાતે, દાહોદમાં ફરજ બજાવતાં અજય ભાભોરની સંજેલી ખાતે વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. સંજેલી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, ઝાલોદ ખાતે ફરજ બજાવતાં એ.જી. કુરેશીને દાહોદ ખાતે, દાહોદ ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ પરમારને ઝાલોદ ખાતે, દાહોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કિશોર ભાર્ગવને વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. લીમખેડા તરીકેનો વધારાનો હવાલો, લીમખેડામાં આસિસ્ટન્ટ વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવતાં રવિ શિક્રેના દાહોદ ખાતે, સિંગવડમાં આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પના ગોહિલને ગરબાડા ખાતે, લીમખેડા ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પેશ જાટવાને એ.પી.ઓ. સીંગવડ તરીકેની વધારાની કામગીરી, દાહોદ ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુ. નિધિ રાવતને સંજેલી ખાતે, સંજેલી ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ બારિયાને દાહોદ ખાતે એ.પી.ઓ. દાહોદ તરીકેની વધારાની કામગીરી, ઝાલોદ ખાતે ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કલ્પેશ દેવડાને લીમખેડા અને લીમખેડા ખાતે ફરજ બજાવતાં નિકુંજ ડામોરને ઝાલોદ ખાતે બદલી કરવામાં આવી છે.
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.