કાંકરિયા ખાતે સાપ્તાહિક કાર્નિવલમાં પોલીસ ની અભેધ સુરક્ષા સાથે રંગારંગ કાર્યક્રમો ની સહેલાણીઓ મજા માણશે.
અમદાવાદ શહેરમાં મણીનગર ના કાંકરિયા તળાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ ભવ્ય રીતે ઉજવાય તે માટે પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨ જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર રવિમોહન સૈની દ્વારા પોલીસ વિભાગના બંદોબસ્ત અને સુચારૂ કાયદો વ્યવસ્થા બાબતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે,
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક ની સૂચનાથી સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨ જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ઝોન ૬ રવિમોહન સૈની તથા જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમજ કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલ અંગેના બંદોબસ્તમાં અમદાવાદ શહેર તથા બહારના જિલ્લામાંથી પોલીસ અઘિકારીઓ તથા સ્ટાફના માણસો તેમજ હથિયાર ધારી એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે,
કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માં કુલ ૦૨ ડીસીપી, ૦૬ એસીપી, ૧૬ પો.ઇન્સ., ૬૩ પીએસઆઈ, ૭૦૯ પોલીસ જવાનો, ૧૭૩ મહિલા પોલીસ, ૨૫૦ હોમગાર્ડ જવાનો, સહિતના આશરે ૧૩૦૦ પોલીસ અઘિકારીઓ તથા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે તદ ઉપરાંત હથિયારધારી એસ.આર.પી. જવાનોની કુલ ૦૧ કંપની આશરે ૭૦ જવાનોને પણ ખાસ તૈનાત કરવામાં આવેલ છે.કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ સ્ટેજ ખાતે કાર્યક્રમ પણ થતા હોઈ લોકોને અંદર પ્રવેશ આપવા સમયે ખાસ ચેકીંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે,
કાંકરિયા કાર્નિવલ બંદોબસ્તમાં બોમ્બ ડિસ્પોઝલ ની છ ટીમો રાઉન્ડ ધ કલોક એન્ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રાખવામાં આવેલ છે વધુમાં કાંકરિયા કાર્નિવલ માં આવતા લોકોની ભીડને નિયંત્રણ કરવા માટે દરેક ગેટ ઉપર પણ પૂરતા પોલીસ સ્ટાફ સાથે બેરિકેટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે આમ કાંકરિયા કાર્નિવલ ના બંદોબસ્ત માટે સમગ્ર કાંકરિયા વિસ્તાર સાપ્તાહિક સમય માટે એક પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયેલ છે,
અમદાવાદ શહેરના કાંકરિયા લેક ખાતે આગામી તા.૨૫ ડિસેમ્બરથી તા. ૩૧ ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમમાં આવનાર તમામ લોકોની વ્યવસ્થિત ચેકીંગ થાય એ માટે પણ બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે બાળકો અને ગુમ થયેલા લોકો તાત્કાલિક મળી જાય તે મુજબ લોકોની સુવિધાને ધ્યાને લઇ આશરે સાતેક જગ્યાએ પોલીસ સ્ટાફ તથા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા સંકલન કરી જાહેરાત કરવા પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને એક ખોયા પાયા સ્કવોડ ખાસ કાર્યરત કરી ગુમ થયેલા લોકોને પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે,
કાંકરિયા કાર્નિવલ સમયે પિક પોકેટીંગ કરતી ગેંગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થતી હોઈ અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશન ખાતેથી આવા ગુન્હેગારોને ઓળખતા હોય એવા બે બે સ્ટાફના ચુનંદા માણસો તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો તેમજ ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવેલ છે જેથી ભીડ નો લાભ લઈને પિક પોકેટિગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ ને પકડવામાં સરળતા રહે તદ ઉપરાંત, મહિલાઓની છેડતીના બનાવો ને રોકવા પણ ખાસ કુલ ૦૯ She Team ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ ફરજ ઉપર હાજર રહેશે,
કાંકરિયા કાર્નિવલ ખાતે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા હર વખતની માફક ચાલુ સાલે પણ સ્થાનિક અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત, બહારથી પણ પોલીસ અઘિકારીઓ તથા હથિયારધારી SRP જવાનો સહિતના ચુનંદા સ્ટાફના માણસોને તૈનાત કરી જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે
