સાણંદના વિરોચનનગર મુકામે રમજાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ Advertisement - At This Time

સાણંદના વિરોચનનગર મુકામે રમજાન ઇદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ Advertisement


દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ઇદુલફીતરા એટલે કે રમજાન ઈદની ઈબાદત સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ*

મુસ્લિમ સમાજ માટે ઇદનો તહેવાર એ ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારે અમદાવાદના સાણંદમાં વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ઈદની ખાસ સામુહિક નમાજ અદા કરી હતી

રમજાન માસના એક મહિનાના કઠિન રોજા પૂર્ણ કરી શાનો સોકતથી રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

ઇદગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો ઉપસ્થિત રહીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને જ્યારે નાના બાળકોને ‘ઇદી' પણ આપવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પણ ‘શિર-ખુર્મા’થી કરવામાં આવ્યું હતું.

દેશમાં શાંતિ ભાઈચારો અમન તેમજ કોમી એખલાશ જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રમજાન ઈદ નો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે.

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રીપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ..📹*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.