વિશ્વ સંગીત દિવસ નિમિત્તે હિંમતનગરમાં મહિલા ગાયકોનો કાર્યક્રમ યોજાયો - At This Time

વિશ્વ સંગીત દિવસ નિમિત્તે હિંમતનગરમાં મહિલા ગાયકોનો કાર્યક્રમ યોજાયો


*વિશ્વ સંગીત દિવસ નિમિત્તે હિંમતનગરમાં મહિલા ગાયકોનો કાર્યક્રમ યોજાયો*

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ,ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને સાબર કલા સંસ્થા હિંમતનગર દ્વારા તારીખ 21 જૂન ના રોજ વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ફક્ત મહિલા ગાયકોનો ગુજરાતી ગીત સંગીતનો કાર્યક્રમ હિંમતનગર ટાઉનહોલ ખાતે યોજાયો . આ પ્રસંગે ઉદ્ઘાટક સ્થાને ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા ,નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, હિંમતનગર શહેર ભાજપના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ, સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ શ્રીમતી નીલાબેન પટેલ તથા ગૌરવ પુરસ્કૃત પ્રસિદ્ધ લોક ગાયક શ્રી ભીખુદાન ગઢવી મહેમાન સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતની 14 મહિલા ગાયકોએ ગુજરાતની અસ્મિતા સંસ્કૃતિ સાથે જોડાયેલા 50 ઉપરાંત ગીતો રજૂ કરી ઉપસ્થિત પ્રેક્ષકોના મન મહી લીધા. આ મહિલા ગાયકોમાં બાળ ગાયક ,યુવા ગાયક અને 50 વર્ષ સુધીના મહિલા ગાયકોએ ગીતો રજૂ કર્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગિની સમાજ હિંમતનગર, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ હિંમતનગર, શહેર મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટી ,જાયન્ટ્સ સહિયર ગ્રુપ હિંમતનગર અને સંગીની ગ્રુપ હિંમતનગર દ્વારા સાબરકલા સંસ્થાને કાર્યક્રમ સફળ બનાવવા ખુબ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો. ફક્ત મહિલાઓ દ્વારા રજુ થતો આ એક નવતર કાર્યક્રમ પ્રેક્ષકોએ મન ભરીને માણ્યો આ કાર્યક્રમને મળવા ખૂબ જ મોટી સંખ્યામાં કલા પ્રેમી પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.