બાલાસિનોર પિલોદરાના યુવકનું ગણેશવિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જતાં મોત
ભારે જહેમત બાદ NDRF મૃતદેહ શોધ્યો
પીલોદરા ગામના લોકો શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન માટે જનોડમાંથી પસાર થતી મહીસાગર નદીમાં પહોચ્યા હતા. ભગવાન ગણેશનું નદીમાં વિસર્જન કરી બીજા યુવાનોની સાથે અરવિંદભાઈ વાઘાભાઈ પટેલિયા ઉ.37 પણ નદીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે નદીના કિનારેથી થોડે દૂર જતાં તેઓ નદીમાં પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગતા બૂમાબૂમ કરી હતી.
થોડી જ વારમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક તરવૈયાઓએ તેઅોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ મોડી રાત સુધી તમની કોઇ ભાળ ન મળતા બાલાસિનોર મામલતદાર સહિત પોલીસને જાણ કરવામાં આવી હતી. અને મામલતદાર દ્વારા એનડીઆરએફની ટીમને જાણ કરી હતી.
જે ટીમ શનિવારે સવારે આવી પહોંચી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી. અેનડીઅારઅેફની ટીમ દ્વારા પાણીમાં ગરકાવ થયેલ યુવાનની શોધખોળ શરૂ કરી હતી. બે કલાકની જહેમત બાદ અરવિંદનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.