લમ્પી રોગને અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા પશુપાલન કચેરી દ્રારા તમામ તાલુકાઓમાં ટીમની રચના કરાઇ - At This Time

લમ્પી રોગને અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા પશુપાલન કચેરી દ્રારા તમામ તાલુકાઓમાં ટીમની રચના કરાઇ


દાહોદ, તા. ૨૭ : દાહોદ જિલ્લામાં ગાય વર્ગના પશુઓમાં શંકાસ્પદ લમ્પી સ્કીન ડીસીઝના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળેલ છે રોગના અટકાવ અને નિયંત્રણના ભાગ રૂપે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીમની રચના કરવામાં આવી છે. ટીમમાં જિલ્લામાંથી નાયબ પશુપાલન નિયામક તેમજ મદદનીશ પશુપાલક નિયમક ઓને લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે તેમના માર્ગદર્શન માટે તાલુકાના પશુચિકિત્સા અધિકારી જી વી કે ૧૯૬૨ કરુણા એમ્બ્યુલંસના પશુચિકિત્સા અધિકારી તેમજ પશુધન નિરીક્ષક તથા ક્ષેત્રીય કર્મચારીઓની ટીમ બનાવી યુદ્ધના ધોરણે પશુઓની સારવાર માટેની આ ટીમો દ્રારા તાલુકા કક્ષા એ પશુઓમાં સઘન સર્વેલંસ અને મોનીટરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે ગામોમાં શંકાસ્પદ લમ્પી વાઇરસના કેસો હોય તે ગામોમાં કેમ્પનું આયોજન કરીને પશુઓની સારવાર,વેક્સીનેશન તથા ડીવર્મિંગની કામગીરી કરાવામાં આવી રહી છે.
રોગચાળાની પરિસ્થિતીને પહોંચી વળવા તેમજ ફેલાવો અટકવવા માટે તાકીદના ધોરણે સ્વસ્થ જણાયેલ પશુઓમાં વેક્સીનેશન તથા ડીવર્મિંગની કામગીરી કરાવામાં આવી રહી છે. લોકોમાં આ રોગ અંગે કાળજી તથા સંભાળની સમજણ આ ટીમો દ્રારા અપાઈ રહી છે
અત્યાર સુધી જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝ અંતર્ગત અસરગ્રસ્ત ગામોની કુલ સંખ્યા ૨૫૪ જેટલી જણાઇ છે. જેમાં શંકાસ્પદ લમ્પી સ્કીન ડીસીઝ અંતર્ગત અસરગ્રસ્ત પશુઓની અંદાજીત કુલ સંખ્યા ૭૨૪ જેટલી જણાઇ છે.તમામ પશુઓની સારવાર કર્યા બાદ હાલમાં ૪૬૮ પશુઓ સવસ્થ થઈ ગયેલ છે. અને બાકીના પશુઓ સારવાર હેઠળ છે. જેમાં અંદાજીત કુલ સંખ્યા ૬૦૫૦૧ જેટલા ગાય વર્ગના પશુઓમાં ની : શુલ્ક રસીકરણ, ડીવર્મીગ, મેડીસીનલ સારવાર પશુપાલકોને પૂરી પાડવામાં આવેલ છે.
વધુમાં આ રોગ વિશે પશુપાલકોમાં જાગૃત્તિ આવે અને માર્ગદર્શન મળી રહે એ માટે લમ્પી સ્કીન ડીસીઝ રોગના માટેના માર્ગદરશન હોર્ડીંગ – બેનરો લગાવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.