બોટાદ 181 અભયમ ટીમ દ્વારા પિંડિતાને તેના પતિ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ પરત અપાવી નર્સિંગ ના અભ્યાસ માટે મદદ કરવામાં આવી
બોટાદ જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન હંમેશા ખડે પગે સેવા આપીને પંડિત મહિલાઓને મદદ કરે છે ત્યારે વધુ એકવાર બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ એક પંડિત મહિલાને મદદ કરી હોવાનું સામે આવ્યું છે બોટાદ શહેર વિસ્તારમાંથી કઈ તારીખ 9 2 2024 ના એક પંડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જણાવેલ કે તેના પતિ G.H.M નર્સિંગ અભ્યાસના જરૂરી ડોક્યુમેન્ટ આપતા નથી અને ઝઘડો કરે છે તો મદદની જરૂર છે તેની જાણ ૧૮૧ ટીમને થતાં કાઉન્સેલર ખુશ્બૂ પટેલ મહિલા કોન્સ્ટેબલ માયા સોનગરા અને પાયલોટ હરેશ જમોડ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ત્યારબાદ પંડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો પંડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે તેઓના પ્રેમલગ્ન છે અને લગ્ન ને પાંચ વર્ષ જેટલો સમયગાળો થયેલ છે તેના પતિ વારંવાર અભ્યાસના ખર્ચાના પૈસા બાબતે સંભળાવતા હોય છે તેમજ સાસુ ધરકામ બાબતે બોલતા હોય તારો ઘરમાં શું સામાન છે તું શું લાવી છે એવા શબ્દોમાં મેણાં ટોણા મારતા હોય છે અને પંડિત મહિલા આજથી બે માસ પહેલા સાસરીયા ના ત્રાસથી કંટાળીને તેમના સગા ભાભીના ઘરે રહેવા જતા રહ્યા હતા આજરોજ સાસરીમાં પોતાના ડોક્યુમેન્ટ લેવા આવેલ તો તેના પતિને ડોક્યુમેન્ટ આપવાની ના પાડેલ અને કહેલ કે મેં તને કરાવેલ અભ્યાસના પૈસા મને પહેલા આપતો જ ડોક્યુમેન્ટ મળશે એમ હું તને ડોક્યુમેન્ટ નહીં આપું. એવું કઈ ઝઘડો કરી અપ શબ્દો બોલી પીંડિતાને સતત હડધૂત કરી બંધ કરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારબાદ પંડિત મહિલાએ 181 હેલ્પ લાઈન ની મદદ માગી હતી જેથી 181 અભયમ ટીમ દ્વારા બંને પક્ષને સામે સામે બેસાડીને કાઉન્સિલિંગ કરવામાં આવેલ અને ડોક્યુમેન્ટ બાબતે કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું હતું પીંડિતાના જણાવ્યા પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ રાજી ખુશીથી પાછા આપી દીધેલ ડોક્યુમેન્ટ સમયસર મળી જતાએ 181 નો આભાર વ્યક્ત કર્યો હતો 181 સ્થળ પર સમાધાન કરી નિરાકરણ લાવેલ તેમજ ભવિષ્યમાં ફરીવાર તેમના પરિવારમાં ઝઘડા ન થાય તે માટે પંડિત મહિલાને બોટાદમાં મહિલા પોલીસ સ્ટેશન સ્થિત PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે લઈ જવામાં આવેલ જમા કાઉન્સેલર વ્યાસ રીનાબેન અને મકવાણા રીંકલબેને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.