વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે ન્યુટ્રીશન ઇન્ટર નેશનલ સંસ્થાએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે ન્યુટ્રીશન ઇન્ટર નેશનલ સંસ્થાએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી
વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે તારીખ 18/5/23 ના રોજ ઇન્ટરનેશનલ ન્યુટ્રીશન સંસ્થા દ્વારા આંગણવાડી કેન્દ્ર નમ્બર 2 ની અચાનક મુલાકાત લીધી હતી.
સ્ટેટ ડિવિઝનલ કૉઓડીનેટર અનુજ ગુપ્તાએ રૂબરૂ આંગણવાડી કેન્દ્ર ઉપર હાજર કિશોરીઓને પૂછપરછ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં હિમોગ્લોબીનની ઉણપથી સગર્ભા માતાઓનું મુર્ત્યું થાય છે તે સમસ્યા અટકાવવા આ જુબેશ ચલાવવામાં આવી રહ્યો છે.તેમજ કિશોરીઓમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તેને દૂર કરવા લોકો સુધી આ સમજણ પહોંચાડવા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ તબ્બકે આંગણવાડી મુખ્ય સેવિકા લીલાવન્તિ બેન વાઢેર, સંજય ભાઈ, આરોગ્ય વિભાગમાંથી કે. ડી.વાઘેલા સાહેબ, પ્રજ્ઞાબેન, પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર 2 મીના બેન રાઠોડ આંગણવાડી કેન્દ્ર 1 ગીતાબેન કપુરિયા, આંગણવાડી કેન્દ્ર 3 તેડાગર સોનાબેન વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.