સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લામાં થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં ‘દૂધ સંજીવની યોજનાના’ ૨૬૦ થી વધુ કેન્દ્રો કાર્યરત.
ગુજરાતમાં ‘દૂધ સંજીવની યોજનાના’ અમલથી બાળકોના સ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસરો-ફાયદા જોવા મળી રહ્યા છે બાળકોને પોષણયુક્ત ખોરાક આપી કુપોષણ દૂર કરવાના હેતુથી શરૂ થયેલી દૂધ સંજીવની યોજના થાન, સાયલા અને ચોટીલા તાલુકાના બાળકો માટે અમૃત સમાન બની છે બાળકો આ યોજના હેઠળ મળતા દૂધને મજાથી પીવે છે અને પોતાનું સ્વાસ્થ્ય ઉજ્જવળ બનાવે છે. આ યોજનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે બાળકોની સાથે સગર્ભા અને ધાત્રી માતાઓને પણ આ યોજના અંતર્ગત દૂધ આપવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં ICDS શાખાના થાન, સાયલા અને ચોટીલા તાલુકાના ૬ માસથી ૩ વર્ષ અને ૩ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે લાભાર્થીઓને દર અઠવાડિયે અલગ અલગ ૨ ફ્લેવરમાં જેવી કે ઈલાયચી અને બટરસ્કોચ યુક્ત દૂધ આપવામાં આવે છે બાળક દીઠ ૧૦૦ ml દૂધ સોમથી શુક્ર આપવામાં આવે છે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દર બુધવાર અને શુક્રવારે ૨૦૦ ml દૂધ આપી આ યોજનાનો લાભ આપવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેદ્રનગર જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૨૬૦ થી વધારે કેન્દ્રો ચાલી રહ્યા છે જે અંતર્ગત જિલ્લામાં ૬ માસથી ૩ વર્ષના અંદાજિત ૧૦૮૦૦ થી વધુ તેમજ ૩ થી ૬ વર્ષના અંદાજિત ૮૭૦૦ થી વધુ બાળકોએ તેમજ અંદાજિત ૨૧૩૦ થી વધુ સગર્ભા અને ૧૮૮૦ થી વધુ ધાત્રી માતાઓએ આ યોજનાનો લાભ લીધો છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન, સાયલા અને ચોટીલા તાલુકામાં દૂધ સંજીવની યોજના બાળકો માટે આશીર્વાદરૂપ બની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.