પરીક્ષાનો અંતિમ દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસ: ઈડરમાં સંસ્કૃતનું પેપર આપવા નીકળેલો ધો-12નો વિદ્યાર્થી ચક્કર ખાઈ પડ્યો; ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત - At This Time

પરીક્ષાનો અંતિમ દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસ: ઈડરમાં સંસ્કૃતનું પેપર આપવા નીકળેલો ધો-12નો વિદ્યાર્થી ચક્કર ખાઈ પડ્યો; ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત


સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં હોસ્ટેલમાંથી બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા ધો.12ના વિદ્યાર્થીની ચક્કર આવી પડતા તબિયત લથડી હતી. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જેને લઈને મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વિગત એવી છે કે, ઈડરના કાનપુર ગામના કિરીટસિંહ તેજસિંહ ચૌહાણ રીક્ષા ચલાવી પોતાનાપરિવારનું ગુજરાન ચલાવે છે અને જેમનો દીકરોઇડરમાં ટાઉન હોલ પાસેની ઉમા હોસ્ટેલમાં પ્રણયકિરીટસિંહ ચૌહાણ રહીને ધો 12માં ઈડર કે.એમ.પટેલ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો. પ્રણય અભ્યાસમાં હોશિયાર હોવાને કારણે વડાલીમાં આવેલી ખાનગી ફાઉન્ડેશન દ્વારા ખર્ચ આપતું હતું. ત્યારે હાલમાં બોર્ડની ચાલી રહેલા ધોરણ 12ની પરીક્ષાનું આજે છેલ્લું પેપર સંસ્કૃતનું હતું. ત્યારે આ વિદ્યાર્થી શુક્રવારે બપોરે 3
વાગ્યે ઉમા હોસ્ટેલથી પરીક્ષા આપવા નીકળ્યો હતો. તે
પહેલા વિદ્યાર્થીને ચક્કર આવતા પડી ગયો હતો. જેને
લઈને તાત્કાલિક સારવાર અર્થે ઈડરની લાઈફ લાઇન
હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન
વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. આ અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો 12માં સંસ્કૃત વિષયનું પેપર હતું, પરંતુ મૃત્યુ પામેલા વિધાર્થી પ્રણય આજે પેપર આપવા આવ્યો ન હતો. જે બનાવ હોસ્ટેલમાં બન્યા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં મોત થતા ઇડર સિવિલમાં મૃતદેહને લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ઇડર સિવિલના ડો. ગજેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇડરની લાઈફ લાઇન હોસ્પિટલમાંથી મૃત વિધાર્થીને ઇડર સિવિલમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે ઇડર પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી કરે ત્યાર બાદ પીએમની કાર્યવાહી હાથ ધરાશે. મોતનું કારણ પણ પીએમ થયા બાદ જાણવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.