રાજ્યની તમામ ૨૮૭ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે* - At This Time

રાજ્યની તમામ ૨૮૭ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે*


*રાજ્યની તમામ ૨૮૭ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચની જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે*
----------------------
*આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે*
----------------------
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યની તમામ ૨૮૭ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે તેમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જનક દેસાઈ
******


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.