હિંમતનગરમાં આનંદના ગરબાનું આયોજન થયું
હિંમતનગરમાં આનંદના ગરબાનું આયોજન થયું......
શ્રી શકિત આનંદ ગરબા મંડળ, હિંમતનગર ધ્વારા માગસર સુદ બીજ ના દિવસે બહુચરમા ને રસ-રોટલી સાથે થાળ અને અન્નકૂટ ધરાવવામા આવેલા અને ભવ્ય આનંદ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું. ડૉ.વૈદેહી પંડયા, રમિલાબેન પંચાલ, પૂર્વીબેન મહેતા, મીનાબેન પટેલ, શીતલબેન જોષી, પ્રેમીલાબેન, નિહારિકાબેન, મનિષાબેન, પ્રફુલ્લાબેન, મંજુબેન, ગીતાબેન, મધુબેન, લતાબેન, રમિલાબેન પરમાર, જાગૃતિબેન, બિન્દુબેન સહિત મંડળની બહેનોએ આયોજનમા સક્રિય ભાગ લીધો અને માત્ર સુદ બીજની ઉજવણી કરી હતી. આનંદના ગરબાનું આયોજન ડો.પ્રણવકુમાર રોહિતકુમાર ઉપાધ્યાયના ઘરે કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.