માળીયા હાટીનામાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર આપ્યા - At This Time

માળીયા હાટીનામાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર આપ્યા


હાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે 89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાની બેઠક પર માળીયા હાટીનામાં ધારાસભ્ય બાબુભાઇ વાજા સહિત કોંગ્રેસ આગેવાનોએ બજારમાં લોક સંપર્ક કરી કોંગ્રેસ દ્વારા“કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર” માં
1)પ્રત્યેક વ્યક્તિને રૂ. 10 લાખની મફત સારવાર યોજના વિના મૂલ્યે તમામ દવાઓ (2)ખેડૂતોનું રૂ.૩ લાખનું દેવું માફ ,વીજળીના બિલ માફ , ઘર વપરાશની વીજળીમાં 300 યુનિટ માફ (3) ગુજરાતમાં 10 લાખ યુવક - યુવતીઓને સરકારી નોકરીઓમાં ભરતી , સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ (4) બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩ હજારનું બેરોજગારી ભથ્થું, સરકારી કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ (5) દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર 5 ની સબસિડી રૂ.500 માં ઘરેલું ગેસ સિલિન્ડર
(6)3000 અંગ્રેજી માધ્યમની સ્કૂલો સ્થપાશે દીકરીઓ માટે KG થી PG સુધી મફત શિક્ષણ
(7)કોરોનામાં મૃત્યુ પામેલાં પ્રત્યેક વ્યક્તિના પરિવારને રુ 4 લાખનું વળતર,આધુનિક સુવિધાઓથી સજ્જ અધતન હોસ્પિટલો બનાવવામાં આવશે (8)ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો , ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી અને ગુનેગારોને જેલ સહિતના મુદ્દાઓ લોકો સમજાવી લોક સંપર્ક કર્યો

આ લોક સંપર્કમાં ધારાસભ્ય બાબુભાઇ વાજા,89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાના પ્રભારી મોહનભાઇ હટેલા, કોંગ્રેસ પ્રદેશ આગેવાન ભરતભાઈ ભલગરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ પીઠીયા, જેતમાલભાઈ કાગડા, જય ક્લોલા, કરમણભાઈ કોડીયાતર, શમીરભાઈ શાહમદાર, વિજયભાઈ બારડ, ગોપાલભાઈ વાજા, છગનભાઇ કોદાવલા સહિતના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.