પંજાબ એન્ડ સિંઘ બેંકના ગ્રાહક સેવા મીટમાં હિંમતનગર બેંકકર્મીઓ સામેલ થયા* - At This Time

પંજાબ એન્ડ સિંઘ બેંકના ગ્રાહક સેવા મીટમાં હિંમતનગર બેંકકર્મીઓ સામેલ થયા*


*પંજાબ એન્ડ સિંઘ બેંકના ગ્રાહક સેવા મીટમાં હિંમતનગર બેંકકર્મીઓ સામેલ થયા*
******************
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા અમદાવાદ ખાતે ગ્રાહક સેવા મીટ અને ટાઉનહોલ મીટનું આયોજન ગ્રાહક મીટ મેનેજિંગ ડિરેક્ટર શ્રી.સ્વરૂપ કુમાર સાહાની અધ્યક્ષતામા કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબ એન્ડ સિંઘ બેંક હિંમતનગરના બેંકકર્મીઓ સામેલ થયા હતા.

આ બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ગ્રાહકો સાથે નિખાલસતાથી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.તેમજ બેઠક દરમિયાન ગ્રાહકોને સ્પર્શતા મુદ્દાઓને સંબોધ્યા હતા. તેમણે વધુમાં આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં વધુ ૨૦ શાખાઓ ખોલવાની બેંકની યોજના વિશે વાત કરી હતી. બેઠક અગાઉ મેનેજિંગ ડિરેક્ટર અને એફજીએમએ વિવિધ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને રાજ્યના આર્થિક વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી .
ગ્રાહક મીટ પછી ટાઉનહોલ મીટ થઈ હતી. જ્યાં મેનેજિંગ ડિરેક્ટરોએ બેંકના નાણાકીય પરિણામો પર તેમની આંતરદૃષ્ટિ વ્યક્ત કરી હતી. જ્યાં બેંકે અત્યાર સુધી ૨૬.૩૭% ની વૃદ્ધિ સાથે રૂ.૧૩૧૩ કરોડનો સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. તેમણે બેંકના વિકાસ માટે સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા અને આગામી દિવસોમાં બેંક માટે આગામી ટેક્નોલોજીકલ અપગ્રેડેશન વિશે પણ માહિતી આપી હતી.
આ બેઠકમાં ફિલ્ડ જનરલ મેનેજરશ્રી. પ્રવીણકુમાર મોંગિયા,જનરલ મેનેજર શ્રી.રાજેશ પાંડે અને ઝોનલ મેનેજર શ્રી.અમિત નાગર તથા બેંક સ્ટાફ તેમજ બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.