દહેગામ ના રખિયાલ ગામ ખાતે ઠેર ઠેર કચરા ના ઢગલા રોગચાળો ફેલાવવાની સ્થિતિ છતાં તંત્ર ચૂપ
દહેગામ તાલુકા ના રખિયાલ ગામ અને બજાર માં આ વરસાદ ની સ્થિતિ માં ઠેર ઠેર કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે આ સ્થિતિ જોતા ચોમાસા માં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે છતાં રખિયાલ આરોગ્ય તંત્ર ઘોળ નિદ્રા માં જોવા મળી રહ્યું છે.રખિયાલ સ્ટેશન થી રખિયાલ ગામ સુધી જવાના રોડ પર આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળા ના બાળકો બીમાર પડી જાય તેવી તંત્ર રાહ જોઈ રહ્યું છે માર્કેટયાર્ડ ની બાજુ માં પણ કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે આરોગ્ય કેન્દ્ર ના અધિકારીઓ તેમજ ડોક્ટરો આ રસ્તા પર કાયમ અપડાઉન કરતા હોય છે છતાં તેમની નજર આ ઢગલા ઉપર પડતી નથી?તો વરસાદ માં આ અધિકારીઓ રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કચરા ના એટલા બધા ઢગલા થી રસ્તા પર થી નીકળતા રાહદારીઓ પણ આ ઢગલા થી દુર્ગંધ મારતા આ રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.કચરાના ઢગલા ઉપાડવા માટે 15 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત ચેરમેન શ્રી ભરતસિંહ ઝાલા દ્વારા સાત લાખનું ટેક્ટર અને ટ્રોલી પણ આપવામાં આવી હતી તેમ છતાં રખિયાલ ગ્રામપંચાયત અને આરોગ્ય તંત્ર ની બેદરકારી થી કચરા ના ઢગલા જોવા મળી રહ્યા છે. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો :6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.